મહેસાણાઃ મહેસાણાના કડીમાં ફાયરિંગની ઘટના બની છે. પૂર્વ આર્મીમેને પાડોશી પર ફાયરિંગ કર્યું છે. માત્ર ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે પૂર્વ આર્મીમેને ફાયરિંગ કરી દીધુ હતું. તેણે પોતાની લાયસન્સવાળી ગનથી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં પાડોશીને ઈજા પહોંચી છે. તેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત વિગત અનુસાર કડીના કરણનગર રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં ગાડી પાર્ક કરવા મુદ્દે બબાલ થઈ હતી. જેમાં પૂર્વ આર્મીમેને પોતાનું સ્કૂટર હટાવી કાર પાર્ક કરનાર પાડોશી પર ફાયરિંગ કરી દીધુ હતું. આ ઘટના બાદ પાડોશીને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. તો બંને પક્ષોએ સામ-સામી ફરિયાદ પણ નોંધાવી છે. 


આ પણ વાંચોઃ પોરબંદરનો ઘેડ પંથક જળબંબાકાર, અનેક રસ્તાઓ બંધ, લોકો જીવના જોખમે કરી રહ્યાં છે મુસાફરી


પૂર્વ આર્મીમેને પોતાના પર ધોકા વડે હુમલો કરવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી છે. પૂર્વ આર્મીમેને કહ્યુ કે, પોતાની ગાડી પાર્ક કરવા માટે મારૂ એક્ટિવા પાડી દીધુ હતું. હું તેને રજૂઆત કરવા ગયો હતો. પરંતુ સામેથી લોકોનું ટોળુ આવી જતા મેં ફાયરિંગ કર્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube