અમદાવાદઃ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. આ માટે મંદિર ટ્રસ્ટ તરફથી અનેક લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. રામ મંદિર ટ્રસ્ટ તરફથી કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીને પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ આ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. કોંગ્રેસે આજે કહ્યું કે, આ ભાજપ અને આરએસએસની ઈવેન્ટ લાગી રહી છે, જેથી સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહેશે નહીં. કોંગ્રેસના આ નિર્ણય બાદ પાર્ટીમાં જ વિખવાદ શરૂ થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અર્જુન મોઢવાડિયાએ આપી પ્રતિક્રિયા
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે એક નિવેદનમાં કહ્યું- પાછલા મહિને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીને અયોધ્યામાં રામ મંદિર ઉદ્ઘાટનનું નિમંત્રણ મળ્યું હતું. ભગવામ રામની પૂજા-અર્ચના કરોડો ભારતીય કરે છે. ધર્મ મનુષ્યનો વ્યક્તિગત વિષય હોય છે, પરંતુ ભાજપ અને આરએસએસે વર્ષોથી અયોધ્યામાં રામ મંદિરને એક રાજકીય પરિયોજના બનાવી દીધી છે. બીજીતરફ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પાર્ટી લાઇનથી અલગ પ્રતિક્રિયા આપી છે. 


કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ એક્સ કોંગ્રેસને ટેગ કરીને લખ્યું- - ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે. તે દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું રહેવું હતું.


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube