Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અગાઉ 160 ઉમેદવાર જાહેર કર્યા હતા. ત્યારબાદ બીજી યાદીમાં ભાજપે વધુ 6 નામ જાહેર કર્યા હતા. હવે આજે ભાજપ બાકી રહેલા ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. ભાજપ બીજા તબક્કાના 16 ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. ભાજપ બીજા તબક્કાના 16 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે, ત્યારે અર્જૂનસિંહ ચૌહાણને ખેડાની મહેમદાવાદથી ભાજપના ઉમેદવાર બનાવ્યા છે. અર્જૂનસિંહને ફોન કરી જાણ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અર્જૂનસિંહ ચૌહાણ રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી છે. મહેમદાવાદ બેઠક પર ચાલતા અસમંજસ પર હવે પૂર્ણવિરામ લાગી શકે છે. આ સાથે જ ભાજપે ખેડા જિલ્લાની પાંચેય બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા છે.


મહત્વનું છે કે, ભાજપને હવે બીજા તબક્કાના 16 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે, તેમાં અનેક સમીકરણો જોવાઈ રહ્યા છે. ભાજપ મહેમદાબાદ બેઠક પર અર્જુનસિંહ ચૌહાણને રિપીટ કરી શકે છે. હિંમતનગર બેઠક પર રાજેન્દ્રસિંહ પરમારને પણ રિપીટ કરી શકે છે. ગાંધીનગર ઉત્તર પર નીતિન પટેલ અથવા રીટા પટેલને ટિકિટ આપી શકે છે.


તેવી રીતે માણસા બેઠક પર  અમિત ચૌધરી અથવા ડીડી પટેલને ટીકીટ આપી શકે છે. રાધનપુર બેઠક પર લવિંગજી ઠાકોરને ટિકિટ આપી શકે છે. પાટણમાં રણછોડ રબારી અને કેસી પટેલ ટિકિટની રેસમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube