રાજેન્દ્ર ઠાકર/કચ્છ: ગુજરાતની કચ્છ બોર્ડરની મુલાકતે સૈન્યના વડા આવ્યા હતા. BSFનાં વેસ્ટર્ન કમાન્ડના એડીશનલ ડીજીએ કચ્છ બોર્ડરની મુલાકાત લીધી હતી. ભારત- પાકિસ્તાનની ગુજરાત બોર્ડર ઉપર બન્ને બાજુથી અસામાન્ય હરકતોને કારણે કચ્છની બોર્ડરની મુલાકાત લીધી હોયા તેવું માનવામાં આવી રહ્યું છે. 
 
ગુજરાતની સીમાની સમીક્ષા કરવા માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ)નાં વેસ્ટર્ન કમાન્ડના વડા એડીશનલ ડીજીની કચ્છની મુલાકાત પહોચ્યા હતા. ગુજરાત સીમા સુરક્ષા દળનાં આઈજીને સાથે રાખીને ક્રિકમાં હરામી નાળા સહીતનાં સંવેદનશીલ અને વ્યૂહત્મક સ્થળોની મુલાકાત કરી હતી.


28મી માર્ચથી ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ચૂંટણી માટે શરૂ થશે નામાંકન પ્રક્રિયા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


બીએસએફના ઉચ્ચ અધિકારીઓ, આર્મી તેમજ એરફોર્સનાં અધિકારીની ટીમ ગુજરાત-કચ્છની અગત્યની મુલાકાત લીધી હતી. કોટેશ્વર મહાદેવજીના દર્શન કર્યા હતા. અને ગુજરાતની સરહદની સ્થિતિ અંગે જાત મુલાકાત લીઘી હતી. એડીશનલ ડીજી ગુજરાતની મુલાકાતે આવતા આર્મીના તમામ અધિકારીઓએ પણ કચ્છ બોર્ડરની મુલાકાત કરી હતી.