અમદાવાદ: જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે એકવાર ફરીથી પવિત્ર અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. પહેલગામ અને બાલટાલના રસ્તાઓમાં ભૂસ્ખલન થવાના કારણે યાત્રીઓને આગળ જતા રોકી દેવામાં આવ્યાં છે. મળેલી માહિતી મુજબ યાત્રા દરમિયાન અત્યાર સુધી કુલ 9 શ્રદ્ધાળુઓના મોત થયા છે. જ્યારે ચાર ઘાયલ થયા છે. ઘાયલોમાં એક શ્રદ્ધાળુ અને 3 સ્થાનિક લોકો સામેલ છે. યાત્રા અટકાવવાના કારણે ગુજરાતના પણ લગભગ 250 જેટલા શ્રદ્ધાળુઓ અટવાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો માટે ક્લિક કરો-અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના 250 યાત્રીઓ અટવાયા


મળતી માહિતી મુજબ વડોદરા સહિત ગુજરાતના 250થી વધુ શ્રદ્ધાળુઓ હાલ અટવાયા છે. પહલગામ અને બાલટાલમાં થઇ રહેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે યાત્રાને અટકાવવામાં આવી છે. આ યાત્રામાં વડોદરા અને આણંદના 110 શ્રદ્ધાળુઓ પણ અટવાયા છે. શ્રદ્ધાળુઓની બસને હાલ પહેલગામમાં અટકાવવામાં આવી છે.


ભૂસ્ખલનના કારણે ઠેરઠેર માટીના ઢગલા જામી ગયા છે. રસ્તાઓ પરથી માટી હટાવવાનું કામ ઝડપથી ચાલુ છે. ત્યાં સુધી યાત્રીઓને કેમ્પોમાં જ રહેવાનો આદેશ અપાયો છે. રસ્તાઓ ક્લિયર થયા બાદ જ યાત્રીઓને આગળ રવાના કરવામાં આવશે. મળતી માહિતી મુજબ મંગળવારે સાંજે લગભગ 6 વાગે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો. ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો હતો. જેના કારણે બાલટાલમાં ચાર અલગ અલગ જગ્યાઓ પર ભૂસ્ખલન થયા હતાં.


જેમાંથી 3 ભૂસ્ખલન બાલટાલ કેમ્પ વિસ્તારોમાં થયા. આ ઉપરાંત એક ભૂસ્ખલન અમરનાથ યાત્રીઓના ટ્રેકિંગ માર્ગ રેલ પથરીમાં થયો હતો. જેમાં અનેક લોકો ફસાઈ ગયા હતાં. અમરનાથ યાત્રા દરમિયાન કુલ 9 લોકોના મોત થયા. જેમાંથી 3 લોકોના ભૂસ્ખલનમાં દબાઈ જવાથી, જ્યારે 6ના હાર્ટ એટેકથી અને અન્ય  કારણોથી થયા છે.