મૌલિક ધામેચા /અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) બગોદરામાં ચાલુ બસમાં ઇન્કમટેક્સના અધિકારીની (Income Tax officers) ઓળખ આપી 3.37 કરોડની લૂંટ (Robbery) કરનાર 4 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓ ઉત્તર પ્રદેશના હોવાનું સામે આવ્યું છે. ત્યારે એક આરોપી અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરતો. જોકે હાલ અન્ય 6 આરોપીઓ ફરાર છે જેને પકડવા પોલીસની ત્રણ ટીમો કામે લાગી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના બગોદરા વિસ્તારમાં ગત 24 ફેબ્રુઆરીના રોજ ચાલુ એસટી બસમાંથી આંગડિયા પેઢીના કર્મચારીઓને ઇન્કમટેક્સના અધિકારીની ઓળખ આપનાર આ તમામ લોકો પોલિસની ગિરફતમાં આવ્યા છે. આરોપી ઉત્તરપ્રદેશમાંથી ગત 18 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં આવ્યા હતા અને નરોડાની એક હોટેલમાં રોકાયા હતા. આરોપીઓએ પેહલા રેકી કરી અને ત્યારબાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો.


આ પણ વાંચો:- અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી SUVના ગુજ્જુ માલિકની મળી લાશ, સુસાઈડ કર્યું હોવાની શંકા


મહત્વ નું છે કે આરોપીઓ પોતાની સાથે 3 હથિયાર પણ લઈ ને આવ્યા હતા. જોકે આ ગેંગના મુખ્યસૂત્રધાર આરોપી યોગેશ જાટ અને પુષ્કર સિંગ છે અને કર્મવીર સિંગ હથિયારની વ્યવસ્થા કરી હતી. પકડાયેલ આરોપીઓની 10 આરોપીઓની ગેંગ છે જેમાંથી 6 હજી પણ પોલીસ પકડથી દૂર છે. પકડાયેલા તમામ આરોપીઓ તમામ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ મૂળના હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે આરોપી પુષ્કરતો લીમડી ના એક ગુના માં ફરાર પણ હતો.


આ પણ વાંચો:- ગુજરાતને જળ સમૃદ્ધ રાજ્ય બનાવવા સીએમ રૂપાણીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય


પકડાયેલ ગેગની મોડેશ ઓપરેન્ડી પણ આ પ્રકારની છે કે આ તમામ આરોપીઓ સૌ પ્રથમ રેકી કરતા અને ત્યારબાદ ભાડેથી એક સેલ્ફ ડ્રાઇવિંગ કાર લઈ 6 લોકો નીકળતા. જેમાંથી 2 લોકો બસમાં આંગડિયાના કર્મચારીઓ નજીક પેહેલેથઈ જ બેસી જતા. અને બાકીનાં સાગરીતો ગાડીની નંબર પ્લેટ સાથે છેડછાડ કરી ઇન્કમટેક્સ અધિકારી બની જતા. તાજેતરમાં જ બનેલી આ ઘટનામાં આ ગેંગે બગોદરા પાસે જઈ ભોગ બનનારને IT ના અધિકારી તરીકે ઓળખ આપી કારમાં લઈ ગયા અને ખેડા જિલ્લામાં લઈ જઈ 3.37 કરોડના દાગીના અને રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયા.


આ પણ વાંચો:- Bhupendrasinh Chudasama ની મોટી જાહેરાત, કહ્યું- કેન્દ્રીય સાતમાં પગાર પંચનું ચૂકવાશે એરિયસ


બાદમાં ખેડા નજીક આરોપીઓએ કારને બિનવારસી રસ્તામાં મૂકી ફરાર થઇ ગયા. એટલું જ નહી પકડાયેલ આરોપીઓએ આગાઉ પણ 4 વાર અમદાવાદમાં લૂંટની કોશિશ કરી ચુક્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. નોંધનીય છે કે હાલ પણ 6 ગેગના શખ્સો ફરાર છે અને 2.90 કરોડનો મુદ્દામાલ રીકવર કરવાનો બાકી છે. જેથી હાલ પણ પોલીસની અલગ અલગ ટિમ કામે લાગી છે. ત્યારે આરોપીઓ પકડાયા બાદ અન્ય શું નવા ખુલાસા થાય છેતે જોવું રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube