મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના પકવાન ચાર રસ્તા નજીક ટ્રાફિક બ્રિગેડ પર કાર ચઢાવીને હત્યાનો પ્રયાસ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ગોતામાં રહેતા દેવાંગ ચોટલિયાએ TRB જવાન ઉપર ગાડી ચડાવી દીધી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં વસ્ત્રાપુર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. આરોપીને ઝડપી લેવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. હાલ તો આવા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે માટેના પ્રયાસો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખ્યાતનામ અભિનેત્રીએ યુવકને મેસેજ કરીને કહ્યું, આવો તમને ખુશ કરવા જ બેઠા છીએ


પોલીસ રફતમાં ઉભેલા આરોપીનું દેવાંગ ચોટલિયા છે. દેવાંગ પર આરોપ લાગ્યો છે કે તેણે પોલીસકર્મી પર કાર ચડાવી મારી નાખવા પ્રયાસ કર્યો હતો. જો ઘટના અંગે વાત કરીએ તો TRB જવાન ક્રિપાલસિંહ જાડેજા એસજી હાઇવે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 28 એપ્રિલના રોજ પકવાન ચાર રસ્તા ફરજ પર હાજર હતા. આ દરમિયાન ક્રેટા કાર ગાડી રોકવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે કારચાલક ગાડી આ TRBજવાન ઉપર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાર બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવતા પોલીસે ક્રેટા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


ANAND માં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનીઓ માટેની અનોખી પહેલ, પોલીસે કરી ખાસ અપીલ


વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ટીઆરબી જવાનની ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં ક્રેટા કારના ચાલકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી દેવાંગ ચોટલીયા સિવિલ એન્જિનિયર છે. પોલીસથી બચવા ગાડી ભગાવી હોવાનું પોલીસ સમક્ષ કબૂલી રહ્યો છે. હાલમાં વસ્ત્રાપુર પોલીસે હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, બીજી તરફ આરોપ છે કે, ટીઆરબી જવાનને સત્તા નહી હોવા છતા પણ તેણે ગાડી રોકવાનો પ્રયાસ કર્યો. કારણ કે ટીઆરબી જવાનનું કામ માત્ર ટ્રાફીક નિયમનનું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube