મૌલિક ધામેચા/ગાંધીનગર : જિલ્લાની ચિલોડા પોલીસે ત્રણ હથિયાર સાથે ચાર શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. હાલ તો પોલીસે દેશી બનાવટના ત્રણ તમંચા અને પંદર જેટલા જીવતા કારતૂસ કબજે કરી વધારે તપાસ આદરી છે. તેવામાં આગામી દિવસોમાં હથિયાર આપનાર મૌલાનાનો પણ ગુનાઈત ઈતિહાસ સામે આવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં શિક્ષકોની ચાંદી જ ચાંદી, 10000 પોસ્ટ પર કોઇ પરીક્ષા વગર સીધું જ પોસ્ટિંગ


પોલીસ કસ્ટડીમાં રહેલા ચારેય આરોપીઓના નામ આસિફ, નવાબ, બાબુ શેખ અને મકસુદ છે. ચિલોડા પોલીસે ચારેય આરોપીઓ પાસેથી ૩ હથિયાર કબજે કર્યા છે. જોકે હથિયાર ક્યાંથી લાવ્યા હતા અને તેનો ઉપયોગ કયા ચોક્કસ ઈરાદાને પાર પાડવા માટે કરવાનો હતો? તે માટે પૂછપરછ કરતા કેટલીક ચોંકાવનારી હકીકત પણ સામે આવી છે. પોલીસે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતાં સામે આવ્યું કે, ત્રણ માસ અગાઉ ઉત્તર પ્રદેશના બુલંદ શહેરનો એક મોલાના અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં મદ્રેસાના નામે રૂપિયાની ઉઘરાણી કરતો હતો. 


ગાંધીનગરકાંડ: સગીરા સાથે નદીની કોતરમાં સેક્સ માણવા દરમિયાન આ મુદ્દે માથાકુટ થતા છરી મારી દીધી...


આ ફંડના રૂપિયાથી ઉત્તર પ્રદેશથી ત્રણ હથિયારો ખરીદવામાં આવ્યા હતા. એટલું જ નહીં ચોંકાવનારી હકીકત એ પણ સામે આવી કે હથિયારનો ઉપયોગ કોઈ આંગડિયા પેઢીને કર્મચારીને લૂંટી લેવાના ઇરાદે હત્યાની ખરીદી કરવામાં આવી હોઈ શકે છે. પરંતુ આ તમામ આશંકા ઉપર પોલીસે ધ્યાન કેન્દ્રિત કરી અન્ય આ કેસમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે ચિલોડા પોલીસ જ્યારે વાહન ચેકિંગ કરવા માટે રોડ પર હતી ત્યારે કેટલાક શંકાસ્પદ ઈસમો એસટી બસમાં સામાનમાં હથિયાર લઈ જતા હતા. પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા યોગ્ય જવાબ કે હથિયાર પરવાનો મળ્યો નહોતો. બાદમાં પોલીસે આરોપીઓની અટકાયત કરી પૂછપરછ કરતા હથિયાર હેરાફેરી કરવાનો ઇરાદો સામે આવ્યો હતો.


મોત બનીને ફરતા માતેલા સાંઢથી લોકોને બચાવવા મહેસાણાના પશુપ્રેમીએ બનાવ્યું અનોખું ‘નંદી વન’


હાલ તો પોલીસ કસ્ટડીમાં માત્ર અત્યારની હેરાફેરી કરતા ચાર આરોપીઓને જ પોલીસે ઝડપ્યા છે. પરંતુ આ તમામ ષડયંત્ર પાછળ રહેલા ઉત્તર પ્રદેશના બે મોલાનાની શોધખોળ શરૂ કરી છે. વોન્ટેડ મોલાના નસરુદમુલ્લા અને છોટેખાન ઉર્ફે છોટુ ફરાર છે. પોલીસે આ અંગે પણ તપાસ ચક્રો ગતિમાન કર્યા છે કે તાજેતરમાં જ કિશન ભરવાડની હત્યામાં પણ મૌલાના કનેક્શન સામે આવ્યું હતું. અમદાવાદ બ્લાસ્ટ કેસના ચુકાદાને પગલે ગુજરાતની શાંતિ ડહોળવાના ઇરાદે પણ આરોપીઓ આવ્યા હોય તેવી શક્યતાને જોતા તપાસ આદરી છે. હાલ તો પકડાયેલા ચારેય આરોપીઓએ સાત દિવસના પોલીસ રિમાન્ડ પર છે ત્યારે જોવાનું એ રહ્યું કે તપાસમાં શું સામે આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube