એમપીમાંથી હથિયારની કરી ખરીદી, અમદાવાદ વેચવા આવેલા જામનગરના શખ્સોની ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીઓને બાતમીના આધારે સરખેજના ઉજાલા સર્કલ નજીકથી 3 હથિયાર અને 16 જીવતા કારટીસ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ સોશિયલ મીડિયાના મારફતે હથિયારની એમપી ખાતે ના શખ્સો પાસેથી ખરીદી કરી હતી
ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી હથિયારની ખરીદી કરી વહેંચવા જતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 3 હથિયાર અને 16 જીવતા કારટીસ ઝડપી પાડવામાં આવ્યા છે. આ ત્રણે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે સરખેજ પાસેથી બાતમીના આધારે પકડી પાડવામાં આવ્યા છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીઓને બાતમીના આધારે સરખેજના ઉજાલા સર્કલ નજીકથી 3 હથિયાર અને 16 જીવતા કારટીસ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ સોશિયલ મીડિયાના મારફતે હથિયારની એમપી ખાતે ના શખ્સો પાસેથી ખરીદી કરી હતી. મૂળ જામનગરના આરોપીઓ અમદાવાદમાં હથિયાર વહેંચવા માટે આવ્યા હતા એ પહેલા આરોપીઓને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડવામાં આવ્યા છે.
આ શખ્શના કારણે નવા ઘરના સપના જોતા રહીશો મુકાયા ચિંતામાં, ક્યારે બનશે તેમનું નવું ઘર
આરોપી લતીફ સમા, નાસીર ખફી અને ઈરફાન શેખને ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ મધ્યપ્રદેશથી આ હથિયાર લાવ્યા હોવાનું સામે આવ્યું છે. તમામ આરોપીઓ મૂળ જામનગરના હોવાનું સામે આવ્યું છે. ત્રણે આરોપીઓ સોશિયલ મીડિયાના મધ્યપ્રદેશથી હથિયાર લાવી અમદાવાદમાં ગ્રાહકનો સંપર્ક કરી આવ્યા હતા.
વિદેશ જવાની તૈયારી કરતા ગુજરાતીઓ સૌથી પહેલા આ સમાચાર જાણી લો... પછી ના કહેતા આવું થયું
આરોપીઓ 15000 માં એક હથિયાર લાવ્યા હતા અને 35000 માં વહેંચવાના હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આ આરોપીઓ અમદાવાદમાં કોને હથિયાર વહેંચવાના હતા કે અન્ય કોઈ ઉપયોગ કરવાના હતા તે બાબતે વધુ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube