ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરો અને સીધા જ પૈસા બમણા થઇ જશે અને પછી પોલીસ...
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી પૈસા ડબલ કરવાની લાલચ આપી ઠગાઈ કરનાર ગેંગની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આરોપીઓ બુલેટ્રોન નામની કંપની ઉભી કરી તેમાં મલ્ટી લેવલ માર્કેટિંગ મુજબ જુદા જુદા સભ્યો મારફતે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી પૈસા ડબલ થઈ જશે તેવી લાલચ આપી પૈસા પડાવતા હતા. અત્યાર સુધીમાં કરોડો રૂપિયા લોકો પાસેથી પડાવનાર આ ગેંગનો શિકાર પોલીસ અધિકારી પણ બન્યા છે. ત્યારે કઈ રીતે આરોપીઓ લોકોને ટાર્ગેટ કરતા હતા.
ઉદય રંજન/અમદાવાદ : ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી પૈસા ડબલ કરવાની લાલચ આપી ઠગાઈ કરનાર ગેંગની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આરોપીઓ બુલેટ્રોન નામની કંપની ઉભી કરી તેમાં મલ્ટી લેવલ માર્કેટિંગ મુજબ જુદા જુદા સભ્યો મારફતે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી પૈસા ડબલ થઈ જશે તેવી લાલચ આપી પૈસા પડાવતા હતા. અત્યાર સુધીમાં કરોડો રૂપિયા લોકો પાસેથી પડાવનાર આ ગેંગનો શિકાર પોલીસ અધિકારી પણ બન્યા છે. ત્યારે કઈ રીતે આરોપીઓ લોકોને ટાર્ગેટ કરતા હતા.
શહેરમાં લાખોની પ્લાસ્ટિકની સીટ અને ખટારો લઇને ફરાર થઇ જનારા આરોપીઓ ઝડપાયા
સાયબર ક્રાઈમની ગીરફતમાં દેખાતા આ આરોપીઓના નામ રાજુ લૂખી, અલ્તાફ વઢવાણીયા, વિજય પટેલ અને ઝુલ્ફીકાર હાલાણી છે. આ તમામ આરોપીઓએ ગુજરાત સહિત દેશના 1 હજાર જેટલા લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે. અમદાવાદના મણીનગરમાં રહેતા અને કાપડનો વેપાર કરતા નરેશભાઈ નાગરે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓએ પહેલા વેપારીને વિશ્વાસમાં લઈને રૂપિયા 1.25 લાખની કિંમતના ટ્રોનકોઈનનું રોકાણ કરાવ્યું હતું. બાદમાં અન્ય મિત્રોનાં પણ પૈસાનું રોકાણ કરાવી ડબલ કરવાની લાલચ આપી આરોપીઓએ ઠગાઈ આચરી હતી. ફરિયાદી નરેશભાઈ નાગરને પરિચિત મિત્રોએ બુલેટ્રોન નામની કંપનીના ટ્રોઇન કોઈનમાં રોકાણ કરવાથી અને તેમાં સભ્યો બનાવવાથી એક થી 7 દિવસ માં રોકાણ કરેલા ટ્રોનકોઈન ડબલ થઈ જશે તેવી લાલચ આપી છેતર્યા હતા.
16 વર્ષની તરૂણી મહિના પહેલા યુવકના સંપર્કમાં આવી અને પછી બંન્ને મળીને શરૂ કર્યું...
વેપારીને વિશ્વાસમાં લઈને આરોપીઓએ 1.25 લાખ રૂપિયાની કિંમતના 46 હજાર 500 ટ્રોનકોઈન મોબાઈલ એપ્લીકેશન મારફતે ખરીદાવ્યા હતા. જે બાદ વેપારીએ પોતાના 5 મિત્રોને આ સ્કીમમાં જોડ્યા હતા. જોકે 15 દિવસ સુધી ફરિયાદીના ખાતામાં ટ્રોનકોઈન જમા ન થતા વેપારીએ તપાસ કરતા બુલેટ્રોન નામની કંપની સુરતનાં વિજય પટેલ નામનાં યુવકની હોવાનું ધ્યાને આવ્યું હતું હતું. જે બાદ વેપારીએ આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ આરોપીઓની સુરતથી ધરપકડ કરી છે.
સુરતમાં જોવા મળ્યું એવું પ્રાણી જેને બચાવવા માટે વૈજ્ઞાનિકો આભ અને જમીન એક કરી રહ્યા છે
સાયબર ક્રાઇમે આ મામલે આરોપીઓને ઝડપી ગુનાનો ભેદ ઉકેલાયો છે પરંતુ મહત્વની વાત એ છે કે આરોપીઓના ચુંગાલમાં ફસાઈને કડીના એક પોલીસ અધિકારીએ આરોપીની કંપનીમાં રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ જૂનાગઢના સાયબર ક્રાઈમના એક આરોપીએ 2 લાખથી વધુ રૂપિયા ગુમાવ્યા છે. ત્યારે આ ગેંગનો ભોગ 800 થી 1 હજાર લોકો બન્યા હોવાનું અને કુલ રકમ 10 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. જે દિશામાં સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube