મૌલિક ધામેચા/ અમદાવાદ : એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીએ અન્યના વ્યક્તિના પાસપોર્ટ પર ભારત પરત આવનરા એક શખ્સ ની ધરપકડ કરી છે. આરોપી દુબઈમાં ખાનગી કમ્પનીના નોકરી કરતો હતો અને શર્મા નામના કોઈ શખ્સના પાસપોર્ટ પર ભારત પરત આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ આરોપીઓનાં નામ છે ગોરખ રામભિક્ષ. મૂળ ઉતરપ્રેદશનો રહેવાશી અને દુબઈમાં ખાનગી કમ્પનીના નોકરી કરતો હતો પણ ગોરખ રામભિક્ષને બદર શર્મા નામનો શખ્સ તેને દુબઈ લઈ ગયો હતો. આઠ મહિના તેને નોકરી કરી હતી. કમ્પનીના કોન્ટ્રક પૂરો થતા આરોપીને ભારત પરત મોકલી આપવામાં આવ્યો હતો. જેમાં તેનો પાસપોર્ટ તેની જગ્યાએ અન્યના પાસપોર્ટ પર તે અમદાવાદ એરપોર્ટ પર પરત આવતા ધરપકડ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસને PM મોદીએ ગણાવ્યો મોટો પડકાર, કહ્યું દરેક યુગમાં આવે છે પડકાર


હાલતો એરપોર્ટ પોલીસે આરોપી ગોરખ ની ધરપકડ કરી છે. પણ સૂત્રોની વાત માનીએ એ આરોપી બદર શર્મા લોકોને ખાનગી કમ્પનીના નોકરી આપવા માટે દુબઇ લઈ જાય છે અને ત્યાં મહિના 700 દીનાર જેટલા પગાર પર કામ પર રાખવામાં આવે છે. મળતી માહિતી મુજબ બદર શર્મા અન્ય લોકોને પણ બીજા લોકોના પાસપોર્ટ પર ભારત મોકલ્યા હોવાની અંગેની વાતને લઈ પોલીસ વધુ તપાસ ચલાવી રહ્યી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube