હિતેન વિઠલાણી/અમદાવાદ: હૈદરાબાદના ચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રી જેઓ ફિલ્મ ઉદ્યોગમાં સાઉન્ડ એન્જિનિયર તરીકે કામ કરી રહ્યા હતા. તેમણે સુપ્રીમ કોર્ટના રામ મંદિરના નિર્ણય પછી 50 વર્ષની નોકરી છોડી દીધી અને પોતાનું જીવન શ્રીરામને સમર્પિત કર્યું. 8 કિલો ચાંદી અને 1 કિલો સોનાથી બનેલી શ્રી રામજીની પાદુકા શ્રીનિવાસ દ્વારા બનાવવામાં આવી હતી અને તેઓ છેલ્લા 4 વર્ષથી અયોધ્યામાં લોકોની સેવા કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં હવે આ ક્ષેત્રોમાં લાખો રોજગારીના દ્વાર ખૂલ્યા! એક જ દિવસમાં મોટો 'ચમત્કાર'


શ્રીનિવાસ કહે છે કે તેમણે મંદિરના ભૂમિપૂજનમાં ચાંદીની ઈંટ પણ આપી હતી. મંદિરના નિર્માણ દરમિયાન પીએમ મોદીએ ભૂમિપૂજન દરમિયાન શિલાન્યાસ કરીને બાંધકામની શરૂઆત કરી હતી. ચાંદીની કિંમત 13 લાખ રૂપિયા અને સોનાની કિંમત 76 લાખ રૂપિયા હતી, જેમાં લોકોએ દાન આપીને પણ મદદ કરી છે. 


મોબ લિંચિંગ, સેક્સ ટ્રેપ, સંપત્તિ જપ્ત... નવા કાયદામાં શું છે સજા, જાણો વિગત


શ્રીનિવાસ જ્યારે શ્રી રામજીની ચરણ પાદુકા લઈને અમદાવાદના બાલાજી મંદિરે પહોંચ્યા ત્યારે લોકોમાં પૂરેપૂરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દરેક ઉંમરના લોકો ચરણ પાદુકાના દર્શન કરવા આવ્યા હતા. લોકો કહેતા હતા કે તેઓ અયોધ્યા જઈ શકતા નથી, પરંતુ આજે શ્રીરામજીના ચરણ સ્પર્શ કરીને દર્શન કર્યા બાદ જીવન સફળ થયું.


કાળા ડિંબાગ વાદળો ઉભો કરી રહ્યો છે ગુજરાતમાં ડરામણો માહોલ! આ જિલ્લાઓમાં ફરી મોટી ઘાત