કલમ 370 નાબુદ થતા કાશ્મીર પ્રવાસનને વેગ મળશે, ટુર ઓપરેટરને થશે મોટો ફાયદો
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ થતાં પ્રવાસનને વેગ મળવાની આશા ગુજરાતમા ટુર ઓપટેરર સેવી રહ્યા છે. વર્ષે દહાડે 25 લાખથી વધુ પ્રવાસીઓ કાશ્મીરની મુલાકાત લેતા હોય છે. જેમાં 8 લાખ જેટલા પ્રવાસી ગુજરાતી હોય છે. ટુર ઓપરેટરોનો કહેવા પ્રમાણે હવે પ્રવાસીઓ ડર વિના કાશ્મીરને માણી શકશે.
ગૌરવ પટેલ/અમદાવાદ: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ થતાં પ્રવાસનને વેગ મળવાની આશા ગુજરાતમા ટુર ઓપટેરર સેવી રહ્યા છે. વર્ષે દહાડે 25 લાખથી વધુ પ્રવાસીઓ કાશ્મીરની મુલાકાત લેતા હોય છે. જેમાં 8 લાખ જેટલા પ્રવાસી ગુજરાતી હોય છે. ટુર ઓપરેટરોનો કહેવા પ્રમાણે હવે પ્રવાસીઓ ડર વિના કાશ્મીરને માણી શકશે.
પૃથ્વી પરના સ્વર્ગ સમાન કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ થતા ટુર ઓપરેટર હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. ગુજરાતના જાણીતા ટુર ઓપરેટરના કહેવા પ્રમાણે હવે કાશ્મીર સાચા અર્થમાં ખીલશે કાશ્મીરની કલા અને સંસ્કૃતી ફરી જીવંત થશે લોકોને કાશ્મીર જોવામાં રસ છે. પણ લોકો સતત ભયના ઓથાર હેઠળ કાશ્મીરનો પ્રવાસ કરે છે. જ્યારે કોઇ ટુર ઓપરેટર કાશ્મીરની ટુરનું આયોજન કરે ત્યારે તમામ પ્રવાસી કાશ્મીરથી પરત ન ફરે ત્યાં સુધી ટુર ઓપરેટર અને પ્રવાસી બંનેના જીવ પડીકે બંધાયેલા હોય છે. જોકે હવે કેન્દ્ર શાશીત પ્રદેશ બનતાં સુરક્ષાની જવાબદારી કેન્દ્ર સરકારના શીરે હોવાથી લોકો મુક્તમને કાશ્મીરના સૌંદર્યને માણી શકશે.
કલમ 370ને દૂર કરતા મોદીજીનું ટેટુ હાથ પર દોરાવી આ ગુજરાતીએ કરી અનોખી ઉજવણી
ચોમાસાના કેટલાક દિવસોને બાદ કરતાં બારેમાસ કાશ્મીર પ્રવાસીઓ માટે ખુલ્લુ હોય છે. પ્રવાસીઓ ઉનાળઆમાં કુદરતી લીલોતરી અને કુદરતી સૌદર્ય માટે તો શિયાળામાં બરફ અને સ્કી માટે કાશ્મીરની મુલાકાત લેતા હોય છે. સામન્ય રીતે વર્ષે 25 લાખથી વધારે પ્રવાસી કાશ્મીરની મુલાકાત કરે છે એ પણ ટાંચી સુવીધાઓમાં હવે લેહ લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાશીત પ્રદેશ બનતાં ત્યાં સારી હોટેલ સારા રીસોર્ટ અને ક્લબ હાઉસ શરુ થતાં પ્રવાસીઓના સંખ્યા એક કરોડને પણ આંબી શકે છે.
30 વર્ષથી ગુજરાતમાં વસતા ‘કાશ્મીરી પંડિતોની આપવીતી’ કલમ 370 દૂર થતા ખુશી અપા
ગુજરાતના ટુર ઓપરેટરનું એવુ પણ માનવુ છે કે, કાશ્મીરની સીધી સ્પર્ધા સ્વીટર્ઝલેન્ડ સાથે છે અત્યાર સુધી કાશ્મીરના પ્રવાસનનો યોગ્ય વિકાસ ન થયો હોવાથી અને પુરતી સુરક્ષા ન હોવાથી વિદેશી પ્રવાસીઓ કાશ્મીરનો પ્રવાસ ટાળતા હતો. જો તેમને પુરતી સુરક્ષાના ખાતરી મળે સારી સવલત મળતો ચોક્કસ કાશ્મીર વિદેશી પ્રવાસીઓને પણ આકર્ષે ટુર ઓપરેટરોનું એવુ પણ માનવું છે. કાશ્મીરમાં ફિલ્મોની તકો વધશે સાથે જ કાશ્મીરના પ્રવાસનથી પ્રવસાન અંગેના જીડીપીમાં વધારો થશે.
અમદાવાદ: કચરાના ઢગલામાં પડેલી પ્લાસ્ટીકની થેલીમાંથી મળી ‘નવજાત બાળકી’
દુનિયા નું સૌથી ઊંચા પ્રવાસન સ્થળમાં અત્યારે ગુલમર્ગ
સોનમર્ગ,પહેલગામ,પટણીટોપ,વૈષ્ણૌદેવી,ફલાવર વેલી,મુગ ગાર્ડન,ડાલ સરોવર ,લેહ લદાખ હોટ ફેવરીટ છે અને તેમાંય 370 રદ થતાં સંગીત હસ્તકળા ને પ્રોત્સાહન મળશે ગાઇડ ને તક વધશે ,શોપીંગ નો સ્કોપ વધશે હાઉસ બોટ શિકારાને તક વધવાની શક્યતાઓ જોવાઇ રહી છે.
જુઓ Live TV:-