અમદાવાદ :2014 પહેલા પાંચ વર્ષ સુધી દિલ્હીમાં બીજેપીને પ્રાસંગિક બનાવી રાખવમાં બે દિગ્ગજ નેતાની ભૂમિકા અગ્રણી રહી હતી. એક સુષ્મા સ્વરાજ અને બીજા અરુણ જેટલી. સુષ્મા સ્વરાજે લોકસભામાં તો, અરૂણ જેટલીએ રાજ્યસભામાં યુપીએ સરકારને હંફાવ્યા હતા. આજે ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીએ બપોરે એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અરુણ જેટલીનું ગુજરાત સાથે ગાઢ સંબંધ રહ્યો હતો. આ સંબંધ માત્ર રાજનીતિક જ નહિ, પરંતુ પારિવારીક પણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવાકાળથી રાજનીતિના સફળ ખેલાડી રહ્યા હતા જેટલી, 19 મહિના જેલમાં વિતાવ્યા હતા


જેટલી રાજ્યસભાની ચૂંટણી ગુજરાતમાથી લડ્યા હતા
અરૂણ જેટલીનો ગુજરાત અને મોદી સાથે લગભગ બે દાયકાથી ગાઢ સંબંધ રહ્યો છે. અરૂણ જેટલી પહેલી રાજ્યસભાની ચૂંટણી પણ ગુજરાતમાંથી લડ્યા અને રાજ્યસભાના સાંસદ બન્યા હતા. ત્યાર બાદ તેઓએ 2006થી 2012 અને 2012થી 2018 સુધી રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું.  


જન્માષ્ટમી પર દીવના આકાશમાં સૂર્ય ફરતે વર્તુળ દેખાયું, લોકોએ ચમત્કાર ગણાવ્યું


દેશમાં હાલ બીજેપીનું જે સ્થાન છે, તેનું શ્રેય મોદી અને અમિત શાહને જાય છે. આ જોડીનું દિલ્હી પહોંચવાનો રસ્તો સપાટ બનાવી રાખવાની ક્રેડિટ અરુણ જેટલીને આપી શકાય. 2002ના ગુજરાત રમખાણને લઈને મોદીને જે પણ કાયદાકીય ચેલેન્જિસનો સામનો કરવો પડતો, અરુણ જેટલી સંકટ બનીને દરેક બાધા દૂર કરી દેતા હતા. માત્ર સંકટમોચન જ નહિ, મોદીના ગુજરાતમાં રહેતા અને બાદમાં દિલ્હી સુધીન સફરમાં પણ જેટલી તેમના આંખ, કાન, નાક બની રહ્યા હતા. મોદીની સરખામણીમાં અમિત શાહની સામે કાયદાકીય ચેલેન્જિસ વધુ રહી. ખાસ કરીને ત્યારે જ્યારે તેમના ગુજરાત આવવા પર પ્રતિબંધ લગાવાયો હતો. જેટલી અને શાહ એ સમયમાં કલાકો સાથે કામ કરતા હતા. મોટાભાગે જેટલીની જ ઓફિસમાં. આ એ દિવસો હતા, જ્યારે અમિત શાહ અને જેટલી સાથે લંચ અને ડિનર કરતા હતા. 


Video : ડાકોર મંદિરના દરવાજા ખૂલતા જ ભક્તોએ પહેલા દર્શન માટે દોડ લગાવી


2014માં જ્યારે બીજેપીએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદનો ચહેરો જાહેર કર્યો, ત્યારે આ પ્રોસેસમાં પણ રિંગ માસ્ટર અરુણ જેટલી જ રહ્યા હતા. આ એ જ જેટલી હતા, જેમણે મોદીને નેતા જાહેર કરવા માટે રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને શિવરાજસિંહ ચૌહાણને રાજી કરવામાં દિવસરાત એક કર્યા હતા. આ એ દિવસોની વાત છે, જ્યારે સીનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીનો દબદબો હતો. 


જેટલીનો ગુજરાત સાથે પારીવારિક નાતો
આ સિવાય અરૂણ જેટલી ગુજરાતના વેવાઈ પણ છે. જેટલીના પત્નીની ભત્રીજીના લગ્ન ભાજપના નેતા પરિન્દુ ભગત ઉર્ફે કાકુભાઈના પુત્ર મૌલિક સાથે થયા છે. આમ, ગુજરાત સાથે રાજનીતિક નાતાની સાથે પારીવારિક નાતો પણ રહ્યો છે.


દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :