Arvalli News : હાર્ટ એટેક હવે કોરોના કરતા પણ વધારે ડરામણો બની રહ્યો છે. હાર્ટ એટેક હવે યુવાઓનો પણ જીવ લઈ રહ્યો છે. ગુજરાતમાં હવે એ સ્થિતિ આવી છે કે ગમે ત્યા લોકો ઢળી પડીને મોતને ભેટી રહ્યાં છે. ત્યારે અરવલ્લીના બિલ્ડરને એક પ્રસંગમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવલ્લીમાં ગરબા રમતા બિલ્ડરનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. બિલ્ડર પ્રવીણભાઈ પટેલનું ગરબા રમતા હાર્ટ એટેક આવ્યો હતો. મોડાસાની કોરલ સિટીમાં રહેતા બિલ્ડરનું મોત નિપજતા સમાજમાં શોકનો માહોલ છવાયો છે. મૂળ જેસિંગપૂરના વતની એવા બિલ્ડરનો હાર્ટ એટેક સમયનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. કાર્યક્રમમાં કોઈ પોતાના મોબાઈલમાં શુટ કરી રહ્યુ હતું ત્યારે પ્રવીણભાઈના ગરબા રમતા અને મોતની ઘટના કેદ થઈ છે. 


અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી : વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને કારણે આ જિલ્લાઓમાં આવશે વરસાદ


શિયાળામાં વધે છે હાર્ટ એટેકનું જોખમ
શિયાળો શરૂ થાય એટલે શરીરમાં પણ ફેરફાર થવા લાગે છે જેના કારણે હૃદય અને શ્વાસ સંબંધિત સમસ્યા વધી શકે છે. આ વાતાવરણમાં ખાવા પીવામાં બેદરકારી રાખવામાં આવે તો તેના કારણે પણ હૃદય ઉપર જોખમ ઊભું થાય છે. શિયાળામાં શારીરિક ગતિવિધિ ઓછી થઈ જાય છે જેના કારણે વજન પણ ઝડપથી વધે છે અને સ્ટ્રેસ પણ વધી શકે છે. આ બધી જ બાબતોની ખરાબ અસર હૃદય પર થાય છે. શિયાળામાં ધમનીઓ સાંકળી થઈ જવી, પ્લેટલેટની સમસ્યા, લોહી જામી જવું જેવી સમસ્યાના કારણે હાર્ટ એટેક અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં શિયાળા દરમિયાન તમે કેટલાક સરળ કામ કરીને પોતાના હૃદયને સ્વસ્થ રાખી શકો છો.


શિયાળામાં હૃદયને સ્વસ્થ રાખશે આ 4 કામ


વજન અને બ્લડ પ્રેશર
શિયાળા દરમિયાન બ્લડ પ્રેશર અને શરીરના વજનની નિયમિત રીતે તપાસ કરતા રહેવું. હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાની દવામાં શિયાળામાં ફેરફાર કરવો પડી શકે છે. આ ઉપરાંત મીઠાનું સેવન પણ ઓછું કરવું. જો તમારી શારીરિક ગતિવિધિઓ ઓછી હોય તો વધારે કેલેરી વાળું ભોજન લેવાનું ટાળવો.


કસરત કરો
સવારે ઠંડીના કારણે જો તમે કસરત ન કરતા હોય તો સાંજના સમયે નિયમિત રીતે વોક કરવાનું રાખો. દિવસ દરમિયાન 30 મિનિટ કસરત કરી લેવાથી હૃદયની બીમારી થવાનું જોખમ ઘટે છે. આ સિવાય સ્ટ્રેસ લેવાથી બચવું અને ગરમ કપડાં પહેરીને જ વ્યાયામ કરવાનું રાખો.


ગરમ પાણીથી નહાવું
એક રિસર્ચ અનુસાર શિયાળામાં ગરમ પાણીથી જ નાહવું જોઈએ ગરમ પાણીથી નહાવાથી ધમનીઓ પહોળી થાય છે અને બ્લડ ફ્લો સારી રીતે થાય છે. શિયાળામાં ગરમ પાણીથી નહાવાથી શરીરનું તાપમાન વધે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ સારી રીતે થાય છે.


સ્ટીમ લેવી
શિયાળામાં શ્વાસ સંબંધિત સમસ્યા પણ વધી શકે છે ઠંડી હવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે આ ઉપરાંત કફની સમસ્યા પણ ઘણી વખત થઈ જતી હોય છે. આ પ્રકારની સમસ્યાઓથી બચવા માટે સ્ટીમ લેવાનું રાખવું જોઈએ. શિયાળામાં સ્ટીમ લેવાથી શ્વાસ નળી બંધ થતી નથી અને છાતીમાં જામેલો કફ પણ નીકળી જાય છે.