ઘરકંકાસમાં 3 માસુમોનો ભોગ લેવાયો, પિતાએ ત્રણેયને ડેમમાં ફેંકીને માર્યા, પોતે ગળે ફાંસો ખાધો
અરવલ્લીના મેઘરજ તાલુકામાં અજીબોગરીબ ઘટના બની છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ત્રણ બાળકોની લાશ મળી આવી આવી છે. મેઘરજના વૈડી ડેમમાંથી ત્રણ બાળકોની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. જોકે આ બાળકો કોણ છે તે હજી માલૂમ પડ્યુ નથી.
સમીર બલોચ/અરવલ્લી :અરવલ્લીના મેઘરજ તાલુકામાં અજીબોગરીબ ઘટના બની છે. અરવલ્લી જિલ્લાના મેઘરજના વૈડી ડેમમાંથી ત્રણ બાળકોની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. જોકે આ બાળકો કોણ છે તે તપાસમાં પોલીસ જોડાઈ ગઈ. જેમાં માલૂમ પડ્યું કે, ઘરકંકાસમાં કંટાળેલા પિતાએ જ ત્રણેય બાળકોને ડેમમાં નાંખીને મારી નાંખ્યા હતા. એટલુ જ નહિ, બાળકોને ડેમમાં ફેંક્યા બાદ પિતાએ વૃક્ષ પર લટકીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
વૈડી ડેમમાંથી શનિવારે મોડી રાત્રે ત્રણ અજાણ્યા બાળકોની લાશ મળી હતી. આ સમાચાર વાયુવેગે ફેલાઈ જતા આજુબાજુ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતા ઇસરી પોલીસ તેમજ મેઘરજ પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી. આ બાળકો કોના છે અને કોણે તેઓને અહી ફેંક્યા તે જાણવામાં પોલીસ કામે લાગી હતી. જેમાં નજીકના વૃક્ષ પરથી એક શખ્સની લટકતી લાશ મળી આવી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા જણવા મળ્યું કે, ઘર કંકાસમાં કંટાળેલા પતિએ જ ત્રણેય બાળકોને ડેમમાં ફેંકીને હત્યા કરી હતી.
આ પણ વાંચો : ગીતો ગાઈને ગણિત શીખવાડતા મેડમને મળ્યો ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ
વૈડી ડેમમાંથી ત્રણ બાળકોના મૃતદેહ મળવાનો મામલે મૃતક બાળકો એક જ પરિવારના સગા ભાઈ-બહેન નીકળ્યા છે. જેમાં મૃત્યુ પામનાર ત્રણ બાળકોના પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્રણેય માસુમોને મોતને ઘાટ ઉતારનાર પિતાએ ઝાડ ઉપર લટકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, પિતાને બચાવી લેવાયા હતા. હાલ પિતાની હાલત પણ ગંભીર છે. આ પરિવાર મેઘરજના રમાડ ગામનો હોવાનું સામે આવ્યું છે. અઠવાડિયા પહેલા પતિએ પત્નીને ડાકણનો વહેમ રાખી કુહાડી મારી હતી. પતિએ ઘર કંકાસમાં પત્નીને ઢોર માર માર્યો હતો. જેથી બાળકોની માતા પણ હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. પરંતુ ઘરકંકાસમાં ત્રણ માસુમ બાળકોનો ભોગ લેવાયો છે.
આ ઘટના બાદ પત્નીએ પતિ સામે હત્યાનો ગુનો નોંધાવ્યો છે. પિતાએ જ ત્રણ બાળકોની હત્યા કરી હોવાથી ઇસરી પોલીસે ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.