શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ઉન્ડવામાં આજે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવત માને સભા યોજી હતી. તેમણે કહ્યુ હતુ કે ગુજરાતમાં 150 બેઠકો આવશે. ડિસેમ્બરમાં સરકાર બનશે. સભામાં કેજરીવાલે ગુજરાતીમાં કેમ છો કહીને સંબોધનની શરુઆત કરી હતી. આ સાથે જ ગુજરાતમાં કેજરીવાલે ગુજરાતીમાં કહ્યુ હતુ કે હવે તમારો ભાઈ આવ્યો છે, કોઈને ચિંતા કરવાની જરૂર નથી. રિક્ષા વાળાને ધમકાવ્યો, એણે કોઈ ભૂલ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીઓને લઈ હવે માહોલ ધીરે ધીરે જામવા લાગ્યો છે. આ દરમિયાન હવે રાજકીય પક્ષોના નેતાઓ બહારથી ગુજરાતના અંતરિયાળ વિસ્તારને ખૂંદવા લાગ્યા છે. આવી જ રીતે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવત માન ખેડબ્રહ્માના ઉન્ડવામાં સભા યોજી હતી. જેમાં વિજયનગર, પોશીના અને ખેડબ્રહ્મા વિસ્તારના આદીવાસી લોકો ઉપસ્થિત રહ્યા હતા. 


કેજરીવાલ અને માનના હેલિકોપ્ટરને અરવલ્લી જિલ્લાના ભિલોડામાં લેન્ડ કરવા માટે મંજૂરી અપાઈ હતી. જેને લઈ ભિલોડાથી મોટરમાર્ગે ખેડબ્રહ્મા આવીને સભાનુ સંબોધન કર્યુ હતુ. સભામાં સંબોધનની શરૂઆત કેજરીવાલે કેમ છો કહીને કરી હતી. જ્યારે અંતમાં કેજરીવાલે ગુજરાતીમાં કહ્યુ હતુ કે, હવે તમારો ભાઈ આવ્યો છે. કોઈને ચિંતાની જરુર નથી. કોઈને બોલાવે તો એને ધમકાવવામાં આવે છે. રીક્ષા વાળાને ધમકાવે છે, એણે કોઈ ભૂલ કરી નથી. 


કેજરીવાલે કહ્યુ હતુ કે, ગુજરાતમાં 150 બેઠકો આવશે. ડિસેમ્બરમાં સરકાર બનશે. સરકાર આવતા જ પહેલા ભ્રષ્ટાચાર પૂરો કરવાનો છે. અઢી લાખ કરોડનુ બજેટ છે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન લાવીશું. ભગવત માનને પંજાબમાં ખબર પડી કે એક મંત્રી ગરબડ કરે છે, તો તેમણે જ તેમને જેલમાં મોકલી દીધા. ગુજરાતમાં પણ કટ્ટર ઈમાનદાર સરકાર બનાવીશું.