ધવલ પટેલ/સુરત :આમ આદમી પાર્ટીના સંયોજક અને ગુજરાતના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓ એક પછી એક ધડાકા કરી રહ્યાં છે. તેમણે આપના ગુજરાતના સીએમ પદના ઉમેદવાર વિશે લોકોનો મત માંગ્યો. તો બીજી તરફ, પોતાની સભામાં ગુજરાતીઓને અનેક વચનોની લ્હાણી કરી. ચીખલીની સભામાં તેમણે કહ્યું, આવતા વર્ષે અયોધ્યામાં રામ મંદિર બની જશે. જે ગુજરાતીઓ પાસે પૈસા નથી તેમને રામ લલ્લાના દર્શન મફતમાં કરાવીશ. સાથે જ 1 માર્ચ પાછી વીજળીનું બિલ નહીં ભરવું પડે તેવુ પણ કહ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવિંદ કેજરીવાલે સભામાં કહ્યું કે, ગુજરાતમાં ગજબ થઈ રહ્યું છે, જ્યાં જઈએ છે ત્યાં એક જ શબ્દ બદલાવ બદલાવ બદલાવ. ખુશખબરી એ છે કે, કેન્દ્રની ખુફિયા એજન્સીનો રિપોર્ટ ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેવો છે. અમારી 90, 92, 93 બેઠક આવશે. બધા ભેગા મળીને જોરદાર ધક્કો મારો, કે દિલ્હી અને પંજાબનો રેકોર્ડ તૂટે. ગુજરાતમાં રેકોર્ડ કરો, 182 માંથી 150 બેઠકો આપો. સરકાર બન્યા પછી પહેલું કામ ભ્રષ્ટાચાર દૂર કરીશું. ગુજરાત સરકારને તમે ટેક્સ રૂપે ખરબો રૂપિયા આપો છો. ગુજરાતમાં અમારી સરકાર બનશે, તો કોઈ મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્ય ચોરી નહીં કરે, કોઈ ચોરી કરશે તો જેલમાં જશે. પંજાબમાં આપ સરકારનો હેલ્થ મંત્રી ગડબડ કરી રહ્યા હતા, તો પંજાબ મુખ્યમંત્રી ભગવંત માને મંત્રીને જેલમાં મોકલી આપ્યા. સરકાર બનતા જેને પણ રૂપિયા ખાધા છે, એમના પેટમાંથી પણ ખેંચીને કાઢીશું. 15 ડિસેમ્બરે સરકાર બનશે અને ભ્રષ્ટાચારમુક્ત સરકાર બનાવીશું. 



તેમણે વચનોની લ્હાણી કરતા કહ્યું કે, અમારી સરકાર બનશે તો પ્રથમ મોંઘવારીથી છુટકારો અપાવીશ. 1 માર્ચ પછી વીજળી બિલ ભરવાની જરૂર નથી, બિલ તમારો ભાઈ કેજરીવાલ ભરશે. આવતા વર્ષે અયોધ્યામાં રામ મંદિર તૈયાર થઈ જશે. બધાની ઇચ્છા છે, જવાની પણ રૂપિયા નથી. એક એક ગુજરાતીને મફતમાં રામ લલ્લાના દર્શન કરાવીને લાવીશ. હું એન્જિનિયર છું. તેથી વીજળી, રોડ, સ્કુલ, આરોગ્ય સેવા આપીશ. મને ગુંડાગિર્દી નથી આવડતી, પણ કામ કરતા આવડે છે. ભાજપ અને કોંગ્રેસે દુકાન ખોલી છે, મેં દુકાન નહીં પણ તમારી સાથે સંબંધ બનાવ્યા છે. ભાજપ કોંગ્રેસ બંને વચ્ચે ઈલુ ઈલુ ચાલે છે. નોટ ઉપર લક્ષ્મીજી અને ગણપતિજીનો ફોટો જોઈએ કે ન જોઈએ. 


તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો કેટલા રૂપિયા ઘરખર્ચમાંથી બચશે તેની ગણતરી કરો. વીજ બિલ 3000, સ્કુલ ફી 3000, શાળામાં સ્ટેશનરી, યુનિફોર્મના 6000, આરોગ્ય મફત કેટલા રૂપિયા બચશે. 


નવસારીમાં કેજરીવાલનો વિરોધ
નવસારીના ચીખલીમાં અરવિંદ કેજરીવાલનો વિરોધ કરાયો હતો. ચીખલીના ખુડવેલ, ગોલવાડ સહિત ચીખલીમાં દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીને સભા સ્થળ જતા રસ્તે કાળા વાવટા બતાવાયા હતા. સ્થાનિકોએ કેજરીવાલને કાળા વાવટા બતાવી ‘મોદી મોદીના નારા’ લગાવ્યા હતા. ત્યારે આ મામલે રાજકારણ ગરમાયું હતું.