અર્પણ કાયદાવાલા, અમદાવાદ: દિલ્હી (Delhi) ના રાજકારણ થોડા વર્ષો પહેલાં પોતાનું કદ વધારનાર આમ આદમી પાર્ટી હવે ગુજરાત (Gujarat) માં પોતાની ઉપસ્થિતિ નોંધાવા માંગે છે. પહેલાં પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા હાથ લાગી ન હતી. હવે ફરી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પોતાની કિસ્મત અજમાવવા માટે તૈયાર છે. ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ના આગમન વખતે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને પ્રભારી ગુલાબ યાદવ એરપોર્ટ પર પહોંચ્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશાંત કિશોર બની શકે છે કોંગ્રેસના રણનિતિકાર, ઘણા દિગ્ગજોને આપી ચૂક્યા છે રાજકીય મંત્ર


તો આ તરફ જાણીતા પત્રકાર ઇશુદાન ગઢવી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ને મળવા પહોંચ્યા છે. હાલમાં તેમની સાથે મિટિંગ ચાલી રહી છે. ત્યાર તેઓ સત્તાવાર જાહેરાત કરી શકે છે. 


તેમણે ગુજરાતીમાં ટ્વીટ કરીને કહ્યું કે, હું આવતી કાલે ગુજરાત આવી રહ્યો છું. બધા ભાઇ બહેનોને મળીશ. આ ટ્વીટ બાદ ફરી એકવાર રાજકીય સમીકરણો બદલાવાનાં એંધાણ જોવા મળી રહ્યા છે. 


અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી તેઓ સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. અહીં કેટલાક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે. ત્યાર બાદ કાર્યકરો સાથે બેઠક કરીને પત્રકાર પરિષદનું આયોજન કરી શકે છે. બપોરે નવરંગપુરા ખાતેના આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ધાટન કરશે. 

આજથી અંબાજીમાં શરૂ થશે સદાવ્રત, દર વર્ષે 20 લાખ શ્રદ્ધાળુઓ કરે છે ભોજન પ્રસાદ ગ્રહણ


અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ની આ મુલાકાત દરમિયાન વિધાનસભા માટેની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરશે. આ ઉપરાંત આપનું સંગઠન વધારે મજબુત કરવા માટે લોકોને જોડવામા આવશે. આગામી વિધાનસભાની ચૂંટણીના પગલે માર્ગદર્શન પણ આપશે. કેજરીવાલની આ ગુજરાતની મુલાકાતને પણ સુચક માનવામાં આવી રહ્યું છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube