પ્રશાંત ઢીવરે/સુરત: આપમાંથી ભાજપમાં જોડાયેલા મહિલા કોર્પોરેટરે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પર ગંભીર આરોપ મુક્યો છે. આપના કોર્પોરેટર મહેશ અણઘણ, કનું ગેડિયા અને સોનલ સુહાગિયાના પતિ સંજય સુહાગિયા તોડ કરે છે. તેવા આરોપ મહાનગરપાલિકાના બજેટ સભામાં કર્યા છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આરોપ અને ખોટા ગણાવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત મહાનગરપાલિકાનો બજેટનો આજે બીજો દિવસ છે. જ્યારે બજેટમાં આપમાંથી ભાજપમાં જોડાયેલા મહિલા કોર્પોરેટર રૂતા ખેનીએ આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટરો પર ભ્રષ્ટાચારનો મૂક્યો છે. આપના કોર્પોરેટર મહેશ અણઘણ, કનું ગેડિયા અને સોનલ સુહાગિયાના પતિ સંજય સુહાગિયા તોડ કરે છે. સુડા અને SMCના કામોમાં પહોંચી જઇ કોન્ટ્રાક્ટરનું નાક દબાવી તોડ પાડે છે. 



સુડા અને પાલિકાના અધિકારીઓને દબાવવામાં આવે છે. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો ચૂંટાયા છે. તેમાંથી ત્રણ કોર્પોરટેરો ભાજપમાં જોડાયા છે. જે પૈકી રૂતા ખેની આપમાંથી ભાજપમાં ગયા છે. પાલિકાની બજેટની સામાન્ય સભામાં  ભાજપમાં જોડાયેલા આપના મહિલા કોર્પોરેટરે આપના કોર્પોરેટરો અને નેતાઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા છે. આપના કોર્પોરેટરો-નેતાઓ વોર્ડમાં ટોળકી બનાવી અધિકારીઓને દબાવીને તોડપાણી કરે છે. 


આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા રૂતા ખેની આરોપોને વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર મહેશ અણઘણ ખોટા ગણાવ્યા છે. મહેશ અણઘણ રૂતા ખેની પર જ પ્રશ્ન ઉભા કર્યા છે. તેમને જણાવ્યું છે કે આક્ષેપો કરવા એ ભાજપનું કામ છે. આજ બહેનોએ ઘણા દિવસ પહેલા ભાજપ તરફથી તેમને ત્રણ કરોડ રૂપિયાની  ઓફર આવવાના આક્ષેપ કર્યા હતા. 



જો વખતે એ વાતમાં તથ્ય હોય તો આજે એ વાત સાચી છે. અને હવે એ વાત ખોટી અને નવી વાત પાછી આવી છે. જ્યારે કોઈ વ્યક્તિની પક્ષની લોકપ્રિયતા વધતી હોય છે ત્યારે એ ખૂંચતું હોય એ બહેન જે આક્ષેપ કરી રહ્યા છે. એ મારા વોર્ડના સાથી કોર્પોરેટર એક સમયે હતા. આજે એ ભાજપમાં જતા રહ્યા છે. એટલે મારી લોકપ્રિયતા જે વિસ્તારમાં વધી રહી છે. એમને તકલીફ થતી હોય એવું બની શકે છે. એના કારણે એ આવા આક્ષેપો કરી રહ્યા છે


મહેશ અણઘણ વધુમાં જણાવ્યું હતું કે હું PDWનો મેમ્બર છું. મારી ફરજ છે કે મારા વિસ્તારની અંદર કે શહેરની અંદર કોઈપણ રીતે ટેકનીકલ વિકાસના કામો ચાલતા હોય એમાં ટેકનિકલ સેતુઓ છે કે નહીં એ મારી ફરજ છે. ફરજના ભાગરૂપે જ્યારે જે તે જગ્યા ઉપર જતા હોય ત્યારે તેની ચકાસણી કરતા હોય જ્યારે એ ચકાસણી દરમિયાન જે પણ થતી હોય છે એનું ધ્યાન અમે અધિકારીઓને દોરીએ છે સાથે જ કમિશનર પણ એનું ધ્યાન દોરીએ છે. હમણાં જ આઉટ ઓફ રીંગ રોડ બની રહ્યો છે જે કંપની દ્વારા કામ કરવામાં આવ્યું રહ્યું છે દ્વારા તેમનો એક પુલ અમદાવાદની અંદર તૂટી ગયો તો છતાં એ જ કંપનીને અહીંયા કામ સોંપવામાં આવ્યું એની અંદર આજની તારીખમાં એમાં તિરાડો પણ પડે છે. આ બાબતે મેં સંપૂર્ણ માહિતી કમિશનર આપી છે. 



આઉટ ઓફ રીંગ રોડ ની અંદર અત્યારે જે એસએમસી ના વિજિલન્સના અધિકારીનો ચાર્જ આપેલો છે. એમને પણ આ બાબતે પણ રૂબરૂ સ્થળ પર જઈને વિઝીટ કરવા કહ્યું છે. એમની ઉપર પગલા લેવામાં આવે. એટલે બની શકે આમાં કોઈ વ્યક્તિએ આમાં કદાચ તોડબાજી કોઈ બીજા વ્યક્તિએ કરી છે. છતાં એમાં ગેરરીતી કરતા હોય. અમા ધ્યાન દોરવા માટે કરતા હોય ત્યારે કોન્ટ્રાક્ટર ની મિલીભગતથી આ ડ્રામો થઈ રહ્યો હોય એવું મારું માનવું છે


આમ આદમી પાર્ટી ના કોર્પોરેટર સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષ નેતા ધર્મેશ ભંડેરી એ પણ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા મહિલા કોર્પોરેટર રૂતા ખેનીના આરોપોને ખોટા ગણાવ્યા છે તેઓએ જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિ આમ આદમી પાર્ટીના નામે તોડ કરતું હોય આમ આદમી પાર્ટી ખૂલેથી કહીએ છીએ કે અમે અહીં બેઠા છે. 



આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ સુરતમાં છે તો આવી કોઈ ફરિયાદ હોય તો અમને કહેવું જોઈએ. એટલે આ બધી ખોટી બાબતો છે. આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે આ પાયાણી વિહોણી વાતો કરે છે. જો આમાં કંઈ પણ તત્ય છે. તો એમણે પુરાવા સાથે જે તે નગર સેવકોને ખુલ્લા પાડવા જોઈએ. અન્યતા આવી ખોટો વાતો કરવી જનતાને ગુમરા કરવાનું બંધ કરવામાં આવે.