Arvind Kejriwal Gujarat Visit: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પોતાનો પ્રચાર પ્રસાર પૂર જોશમાં શરૂ કરી દીધો છે. દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેના ભાગરૂપે તેઓ જામનગર ખાતે પહોંચ્યા છે અને ઓશવાલ સેન્ટર ખાતે વેપારીઓ અને નાગરિકો સાથે સંવાદ કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલે જણાવ્યું હતું કે, દેશને આઝાદીના 75 વર્ષ મનાવી રહ્યા છે. ઘણા દેશ આપણાથી આગળ નીકળી ગયા છે. પરંતુ આપણે કેમ પાછળ રહી ગયા તે કંઈ સમજાતું નથી. ભગવાને ભારતને બધું આપ્યું છે. ગુજરાતના લોકો ઉદ્યમી પણ છે, છતાં ક્યાંકને ક્યાંક આપણે પાછળ પડી રહ્યા છીએ. આ દેશને લોકો આગળ લઈને જશે, કોઈ નેતા કે પાર્ટી નહીં. ભારત દેશની રાજનીતિ ખુબ જ ખરાબ છે. જેના કારણે આ દશા થઈ છે.


કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હીમાં અમે છેલ્લા 5 વર્ષમાં શાળા અને હોસ્પિટલો સારી બનાવી છે. દિલ્હીમાં અમે ગંદી રાજનીતિ ખતમ કરી છે, તેમ અહીં પણ ગંદી રાજનીતિ ખતમ કરવી પડશે. તેમણે ઉમેર્યું હતું કે, અમે સીઆર પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ વેપારીઓના સંવાદમાં ચા પીવા આમંત્રણ આપ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી દિલ્હી આવશે તો અમે કોઈ રોક નહીં લગાવીએ, તો પછી અમને શા માટે અમને ગુજરાતમાં હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે.


કેજરીવાલે જણાવ્યું હતું કે, અમને અગાઉ સુરત અને રાજકોટના કાર્યક્રમોમાં પણ હેરાન કરવામાં આવ્યા હતા. આજે પણ કેજરીવાલની મીટિંગ પહેલા વેપારીઓને ખુબ હેરાન કરવામાં આવ્યા હતા. દરેક પાર્ટીઓને ચૂંટણી પહેલા વેપારીઓ યાદ આવે છે. ગુજરાતના વિકાસમાં વેપારીઓને પાર્ટનર બનાવવા આમ આદમી પાર્ટી આવી છે. જેણા કારણે ગુજરાતમાં વેપારીઓ જે નિર્ણય લેશે તેને આપ અમલમાં મુકશે.


કેજરીવાલે ઉમેર્યું હતું કે, અમે દિલ્હીમાં રેડ રાજ બંધ કરાવ્યું છે. પરંતુ ગુજરાતમાં આપ એ વેપારીઓનું દિલ જીત્યું છે. કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીનો કોઈ માણસ એમ કહે કે કેજરીવાલ ખરાબ છે તો તેને વોટ ના આપતા. ક્યારે ભાજપે વેપારીઓ સાથે આપની જેમ બેઠક કરી વેપારીઓને સાંભળ્યા છે? જવાબ હશે ના... 


કેજરીવાલે લઠ્ઠાકાંડ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આ દુખદ ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ વેંચાય છે. હજારો કરોડના દારૂનો વેપાર ગુજરાતમાં ખુલ્લેઆમ થાય છે તો કેવી દારૂબંધ? કેજરીવાલે જણાવ્યું કે, દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂ વેચાય છે પીવાય છે તો મારે પુછવાનું છે કે કોણ ચલાવે છે આ વેપાર? અને કોનો છે? એ બધા જાણે છે.


કેજરીવાલે જણાવ્યું કે સીઆર પાટિલ દરેક કાર્યક્રમોમાં જાય છે. પરંતુ પાટિલ અને ગુજરાત સીએમ લઠ્ઠાકાંડમાં ભોગ બનેલા પરિવાર અને હોસ્પિટલમાં દાખલ લોકોને મળવા કેમ જતા નથી. કેજરીવાલે મફતની રેવડી વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આજકાલ રેવડીની ખુબ ચર્ચા ચાલે છે. અમે ઈમાનદાર લોકો છીએ અને ઈમાનદારીથી સરકાર ચલાવીએ છીએ.


કેજરીવાલે જણાવ્યું હતું કે, અમારી સરકાર બનશે તો ગુજરાતમાં ટ્રિબ્યુનલ બનશે. ગુજરાતમાં વેપારના નવા કાનૂન બનશે તો આખા દેશને દિશા મળશે. કેજરીવાલે જણાવ્યું કે, આજે હું વેપારીઓને પાંચ ગેરંટી આપીને જઈશ. કેજરીવાલની ગેરંટી કોઈ દિવસ તૂટશે નહીં. જો આપ પોતાની ગેરંટી પુરી ના કરે તો અમને ધક્કા મારીને આવતી વખતે અમને બહાર કાઢજો. અમે ગુજરાતમાંથી ડરનો માહોલ ખતમ કરીશું. વેપારીઓને ઈજ્જત આપીશું. ગુજરાતમાં  વિકાસમાં પાર્ટનર બનાવવામાં આવશે. કેજરીવાલે છેલ્લે જણાવ્યું હતું કે આજે ડર અને ભય વગર આવ્યા એ બસલ વેપારીઓનો આભાર.


કેજરીવાલે આજે વેપારીઓને પાંચ ગેરંટી આપી
1- વેપારીઓને ઈજ્જત આપીશું
2- ડરનો માહોલ ખતમ કરીશું
3- રેડ રાજ બંધ કરવામાં આવશે.
4- વેટ એમનેસટી સ્ક્રીમ લાવવામાં આવશે
5- વેપારીઓને પાર્ટનર અને વેપારીઓની એડવાઈઝરી બનાવવામાં આવશે.


નોંધનીય છે કે, જામનગર બાદ અરવિંદ કેજરીવાલ સાંજે 5 વાગે વડોદરા પહોંચશે. ત્યાર બાદ રવિવારે એટલે કે, 7 તારીખે છોટાઉદેપુરના બોડેલીમાં સભા સંબોધશે. બોડેલીમાં ગુજરાતના આદિવાસીઓને લઈને કેજરીવાલ કોઈ મોટી જાહેરાત કરી શકે છે. જામનગર પહોંચેલા દિલ્હી સીએમએ કહ્યું કે, આવતીકાલે (રવિવાર) આદિવાસીઓના વિસ્તારમાં જશું અને આદિવાસીઓ માટેની શું ગેરેન્ટીઓ તેની આવતીકાલે જાહેરાત કરીશ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube