Gujarat Election 2022, ચેતન પટેલ/સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. નેતાઓ પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. આજે અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં અનેક મુદ્દે ચર્ચા કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ પથ્થરબાજી શરૂ કરી દીધી છે. લીબાયતમાં ભાજપના લોકોએ કાર્યકરોને છુરા બાજી કરી હતી, ગાડી ચઢાવવાનો પણ પ્રયાસ કર્યા છે. ત્યારે મારે કહેવાનું થાય છે કે ગુજરાતની જનતા પર હુમલો કરવાનું બંધ કરો. છેલ્લા 27 વર્ષથી રાજ્યમાં ભાજપની સરકાર છે જેથી આ વખતે અમારા આવવાથી તેઓ બોખલાઈ ગયા છે. બધા લોકો ભાજપ છોડી આપને સમર્થન આપી રહ્યા છે. કોંગ્રેસને વોટર મળી રહ્યા નથી.


કેજરીવાલે ઉમેર્યું હતું કે, ગુજરાત બદલાવ માંગી રહ્યા છે. આજે હું કહું છું કે ગુજરાતમાં આપની પાર્ટી સરકારમાં આવી રહી છે. લોકો કહે છે કેજરીવાલની ભવિષ્યવાણી સાચી પડે છે, તો આજે હું ભવિષ્યવાણી કરવા જઇ રહ્યો છું કે ગુજરાતમાં આપની સરકાર બની રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube