Gujarat Elections 2022 : વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટેના અંતિમ તબક્કામાં ભાજપ, કોંગ્રેસ અને આપ પોતાની જીતના દાવા કરી રહ્યા છે. રાજ્યમાં પહેલા તબક્કાનું મતદાન હજુ યોજાનું નથી, પણ રાજકીય પક્ષો પોતાની જીતનાં દાવા કરી રહ્યા છે. ચૂંટણી ઢંઢેરામાં વચનોની જગ્યાએ ગેરન્ટી આપ્યા બાદ હવે કેજરીવાલ એક ડગલું આગળ વધ્યા છે. તેમણે લેખિતમાં ગુજરાતાં આપની સરકાર બનવાની ભવિષ્યવાણી કરી છે. સુરતમાં આજે પત્રકાર પરષિદમાં કેજરીવાલે દાવો કર્યો કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી 92 થી વધુ બેઠકો જીતશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલ હાલ બે મોરચે લડી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વચ્ચે દિલ્લીમાં ચોથી ડિસેમ્બરે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પણ યોજાઈ રહી છે. આ બંને જગ્યાએ કેજરીવાલ સત્તા મેળવવા મથી રહ્યા છે. બંને જગ્યાએ તેમનો સામનો વર્તમાન સત્તા પક્ષ તરીકે ભાજપ સામે છે. તેમણે અને તેમના અન્ય નેતાઓએ જીતના દાવાને પ્રચારનું મુખ્ય હથિયાર બનાવ્યું છે. ત્યારે કેજરીવાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીતની આશા વ્યક્ત કરી છે. સુરતમાં અરવિંદ કેજરીવાલે સતત બીજા દિવસે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સુરતમાં 8 બેઠકો જીતવાનો કેજરીવાલનો દાવો કર્યો છે. સાથે જ તેમણે કતારગામ બેઠક પરથી ગોપાલ ઇટાલિયા પણ જીતશે તેવુ પણ કહ્યું. તેઓએ મહિલાઓ અને યુવાનોને આપને મત આપવા અપીલ કરી છે. કેજરીવાલે કહ્યું કે, કતારગામ બેઠક પરથી ગોપાલ ઇટાલિયા ભારે માર્જિનથી જીતશે. હું લખીને આપું છું. સુરતમાં આપની 8 બેઠક આવશે. ગુજરાતમાં 92 થી વધુ બેઠક આપની આવશે. 


કેજરીવાલની જાહેરાત
અમે જાહેરાત કરી કે પ્રાઈવેટ સ્કૂલોની ફી નહિ વધે, અમે દિલ્હીમાં 7 વર્ષથી પ્રાઈવેટ સ્કૂલોની ફી વધારી નથી. તેનાથી પરિવારોનેમોંઘવારી મુક્તિ મળશે. તમામ પરિવારોના મફતમાં સારવાર કરાવીશું. એકમાત્ર આપ પાર્ટી તમને મોંઘવારી, બેરોજગારીમાંથી મુક્તિ અપાવી શકે છે. તેથી અસંખ્ય યુવાઓ અમારી સાથે જોડાઈ રહ્યાં છે. પેપર ફૂટવાના 12 કેસને ફરીથી ખોલવામાં આવશે. આગામી એક વર્ષમાં તમામ સરકારની નોકરીઓની ભરતી કરી દઈશું. એકપણ પેપર ફૂટવા નહિ દઈએ. મારા સરવે બતાવે છે કે યુવા અને મહિલાઓમાં અમે બીજેપી કરતા આગળ છીએ. મહિલાઓ અને યુવાઓને મારી અપીલ છે કે, તમારા ઘરને એક-એક સદસ્યને આપ માટે વોટ અપાવવા કહો. ગુજરાતમાં મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે. 


કેજરીવાલે કહ્યું કે, અમારી ગઈકાલે સુરતના વેપારીઓ સાથે મુલાકાત થઈ. આજે અમારી હીરાના વેપારીઓ સાથે મુલાકાત છે. અમે અલગ અલગ શહેરોમાં જઈને વેપારીઓ સાથે મુલાકાત કરી હતી. બધી જગ્યાએ એક જ વાત સામે આવી રહી છે કે, વેપારીઓને ડરાવવા-ધમકાવવામાં આવી રહ્યાં છે. તેમની પાસેથી વસૂલી કરવામા આવી રહી છે. આ ચૂંટણી બદલાવની ચૂંટણી છે. લગભગ દરેક વેપારીઓએ મને ભરોસો અપાવ્યો છે. તેમની મજબૂરી છે કે, તેઓ ખુલીને સામે આવી શક્તા નથી. નહિ તો તેમનો ધંધો બરબાદ કરી દેવાશે. પંરતુ અંદરખાને બધા આપને વોટ આપવાના છે તેવો સૂર છે.