અમદાવાદઃ વિધાનસભા ચૂંટણીઓને આડે હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષોના નેતાઓના ગુજરાતના આંટાફેરા વધ્યા છે. હવે સમાચાર મળી રહ્યા છે કે મિશન 2022 માટે અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતના પ્રવાસે આવશે. કેજરીવાલ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. અરવિંદ કેજરીવાલ 12 અને 13 સપ્ટેમ્બરે અમદાવાદ આવશે. હવે એવું કહેવાઈ રહ્યું છે કે કેજરીવાલ ફરી નવી ગેરેન્ટીઓની જાહેરાત કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, આમ આદમી પાર્ટીઓના નેતાઓ ધડાધડ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં દ્વીપક્ષીય નહીં પરંતુ ત્રીપાંખિયો જંગ જોવા મળશે. જેને લઈને અરવિંદ કેજરીવાલ અને આપના નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે. અત્યાર સુધી કેજરીવાલે ગુજરાતમાં આવીને મતદારોને લુભાવવા માટે ફ્રી વીજળી, બેરોજગારી ભથ્થુ, ગ્રેડ પે સહિતના મુદ્દાઓને લઈને વચનોની લ્હાણી કરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કેજરીવાલ, યુવાનો, મહિલાઓ, આદિવાસીઓ અને વેપારીઓને વિવિધ ગેરંટી આપી ચુકેલા કેજરીવાલે તેમની ગત ગુજરાત મુલાકાત વખતે ખેડૂતો માટે જાહેરાત કરી હતી.


જામનગરમાં વધુ એક વર્લ્ડ રેકોર્ડ સર્જાવાની તૈયારીમાં? વિશ્વની સૌથી લાંબી માર્કર પેન બનાવી


દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં AAPની સરકાર બનશે તો ખેડૂતોને 12 કલાક વીજળી, નવસેરથી જમીન રિ-સર્વેની કામગીરીનો વાયદો, ટેકાના ભાવે પાકોની ખરીદીની ગેરંટી આપી છે. એટલું જ નહીં, પોરબંદરમાં કેજરીવાલે માછીમારોને રિઝવવાનો પ્રયાસ કર્યો અને પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવવા પ્રયાસ કરવાની ખાતરી આપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube