મતના સેટિંગની ઓડિયો ક્લીપ વાયરલ થતાં ખળભળાટ, જાણો પંચમહાલમાં મયંક નામનો શખ્સ શું કરે છે ચર્ચા?
કાલોલની મતપેટીઓ માઈક્રો મશીનથી ચેક કરી માઈક્રો મીટરથી વજન કરી આપવામાં આવી છે, તેથી 30 મતોથી વધારે મતનું સેટિંગ થાય એવું નથી તેવું ક્લિપમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વીડિયો ક્લિપમાં પી.એમ.પટેલ કાલોલનો ઝોનલ હોવાનો ઉલ્લેખ થયો છે.
જયેન્દ્ર ભોઈ/ પંચમહાલ: રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન પુરું થયું છે તેવામાં પંચમહાલના કાલોલમાં બેલેટ પેપરનું સેટિંગ કરી આપવા અંગે સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ કથિત ઓડિયો ક્લિપમાં એક મત પેટીમાં 30 મતો સેટિંગ કરી આપવાની વાત થઈ રહી છે.
કાલોલની મતપેટીઓ માઈક્રો મશીનથી ચેક કરી માઈક્રો મીટરથી વજન કરી આપવામાં આવી છે, તેથી 30 મતોથી વધારે મતનું સેટિંગ થાય એવું નથી તેવું ક્લિપમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વીડિયો ક્લિપમાં પી.એમ.પટેલ કાલોલનો ઝોનલ હોવાનો ઉલ્લેખ થયો છે. આ ક્લિપમાં પી.એમ પટેલ ઝોનલ અને મયંક નામના ઈસમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કાલોલમાં બેલેટ પેપરનું સેટિંગ માટે મયંક નામનો ઈસમ કોઈ અજાણ્યા ઈસમ સાથે બે મત પેટીનું સેટિંગ કરવાની વાત કરી રહ્યો છે.
હિંમતનગરમાં અનોખા લગ્ન: વિદેશી યુવક-યુવતીના હિન્દુ વિધિથી લગ્ન; પીઠી ચોળી, લગ્નગીતો ગવાયાં
આ વિશે જાણવા મળી રહ્યું છે કે કથિત ઓડિયો ક્લિપને લઈ કાલોલના એરાલ ગામના સરપંચ પદના ઉમેદવાર તેમના સમર્થકો સાથે કાલોલ મત પેટીઓ જમા કરાવવાના સ્થળે પહોંચ્યા હતા. ઓડિયો ક્લિપમાં એરાલ ગામની મતપેટીનો ઉલ્લેખ થયો હોવાની ગેરસમજ થઇ છે. વિવાદ વચ્ચે એરાલની એક મતપેટી કેન્દ્ર પર ખૂબ મોડી પહોંચતા વિવાદ વધુ વકર્યો હતો.
ગુજરાતમાં ઓમિક્રોન વચ્ચે ફરી લોકડાઉન લાગશે? જાણો વડોદરામાં પોલીસ કમિશનરનું જાહેરનામું
એરાલ સરપંચ પદના ઉમેદવારે સમર્થકો સાથે રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર પર આવી હોબાળો કરતા ખળભળાટ મચ્યો છે. મતપેટીનું સિલ તૂટેલું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આખરે વિવાદિત મતપેટી સ્ટ્રોંગરૂમમાં મુકાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube