GPSC Recruitment Exam updates: ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા માટે તૈયારી કરીને બેઠેલા ઉમેદવારો માટે ખરાબ સમાચાર આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડિસેમ્બર 23 માં યોજાનાર પરીક્ષાઓ મોકુફ રાખવાનું નિર્ણય લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પરીક્ષાઓ રહી મોકુફ



ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડિસેમ્બર 23માં યોજાનાર સાત જેટલી પરીક્ષાઓ મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ પ્રાથમિક પરીક્ષાઓ વહીવટી કારણસર મોકુફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. નવી તારીખ આગામી દિવસોમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવશે.