Cyclone in Gujarat: ગુજરાતના લોકો સાવધાન થઈ જજો. ગુજરાતમાં આવી રહ્યું છે 'આશના' વાવાઝોડું. ભારેથી અતિભારે વરસાદ બાદ ગુજરાત પર બેવડી આફતની ચિંતા લોકોને સતાવી રહી છે. મેઘતાંડવ બાદ હવે વાવાઝોડાનો ખતરો સતાવી રહ્યો છે. ગુજરાત પરથી પસાર થયેલી સિસ્ટમ હવે મજબૂત વાવાઝોડું બનશે. જમીન પરનું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે. હવામાન વિભાગે પણ સંભવિત વાવાઝોડાનું અલર્ટ આપ્યું છે. હવે એક વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે ગુજરાતમાં વાવાઝોડું તબાહી મચાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પરથી પસાર થઇ ચુકેલું આ ડીપ્રેશન હવે કચ્છ તરફ છે અને તે અરબી સમુદ્ર તરફ વળી ગયું છે. જો કે ગુજરાત પરથી પસાર થયેલી આ સિસ્ટમ શુક્રવારે વાવાઝોડું બનશે.આ વાવાઝોડાને 'આશના' નામ આપવામાં આવ્યું છે. 30 ઓગસ્ટે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 ઓગસ્ટે છત્તીસગઢમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તરપ્રદેશમાં 1 અને 2 સપ્ટેમ્બરે વરસાદ પડી શકે છે. જ્યારે 2 અને 3 સપ્ટેમ્બરે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે મિઝોરમ અને ત્રિપુરામાં આગામી સાત દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.



કચ્છના 10 તાલુકાના 87 જેટલા સ્થળોએ ભયજનક સ્થળ ગણાવી પ્રવેશ કરવા બાબતે પ્રતિબંધાત્મક હુકમ કચ્છ કલેક્ટર દ્વારા ફરમાવવામાં આવ્યા છે. પ્રવાસન સ્થળોએ વ્યક્તિ કે પ્રવાસીઓએ અવર જવર ના કરવા વિશેષ તાકીદ કરાઈ છે. જાહેરનામાના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહી કરવાનો પણ નિર્ણય લેવાયો છે.


મુંદ્વા
ખેંગાર સાગર ડેમ, કાળાધોધા ડેમ, જયરામસર તળાવ 


માંડવી
ટોપણસર તળાવ (નાનુ, મોટુ), વલ્લભનગર તળાવ, શિતલા તળાવ, મંગલેશ્વર તળાવ, માંડવી બીચ, લાયજા મોટા તળાવ, બિદડા તળાવ, બાડા તળાવ, ગઢશીશા તળાવ, જ્યોતેશ્વર ડેમ, રાતા તળાવ ગુશીશા, મોટુ તળાવ-ભોજાય, વિંગડીયા તળાવ, વિજય સાગર ડેમ


અબડાસા
હાજાસર તળાવ, મેખાણા તળાવ, વામાસર તળાવ, મીઠી ડેમ રામપર, પીયોણી મહાદેવ તળાવ, જંગડીયા ડેમ, મીઠી નદી વિસ્તાર, બુરખાણ નદી વિસ્તાર, પિંગલેશ્વર દરીયા કિનારો, સુથરી બિચ વિસ્તાર, જખૌ બંદર વિસ્તાર, જાંગીરા તળાવ, નાયરો નદી વિસ્તાર, ભલિરા તળાવ, કંકાવટી નદી નુંધાતર, કપીલસર તળાવ, કડોલી તળાવ


લખપત
કુંડીધોધ, નરા ડેમ, ભાડરા ડેમ, ગોધાતળ ડેમ, સાંધો ડેમ,


નખત્રાણા
પાલારધુના ધોધ, કડીયાધ્રોધ ધોધ, ધિણોધર ડુંગર, નનામો ડુંગર, મથલ ડેમ, ઓરીડા નિરોણા ડેમ,


ભુજ
હમીરસર તળાવ, ભેડમાતા વિસ્તાર, ખારીનદી વિસ્તાર (ભુજ કોડકી રોડ), ધુનારાજા ડેમ, ઉંટ ધ્રો ધોધ-ઝીંકડી, નાડાપા ખાડી વિસ્તાર, ગધેડા નદી વિસ્તાર, હાથિયા નદી વિસ્તાર, રૂદ્રમાતા ડેમ, કારીમોરી તળાવ, ગાગડીયો તળાવ, ગજોડ ડેમ, ખત્રી તળાવ, માવડી તળાવ, રતડીયા ડેમ, લુડીયા ગામ તળાવ, ખાવડા ગામ તળાવ, જામકુનરીયા તળાવ, જુનારા તળાવ, ભિરંડીયા તળાવ, મીસરીયાડો તળાવ, વડગામ તળાવ,


અંજાર
ટપ્પર ડેમ, ઝરૂ ડેમ, નિંગાળ ડેમ, પુરી વાડો તળાવ (વીડી નેશનલ હાઈવે તથા માઈનીંગ વિસ્તાર), સવાસર તળાવ, મેઘપર કુંભારડી કેનાલ, વરસામેડી નર્મદા કેનાલ,


ગાંધીધામ
શિણાય ડેમ, ગળપાદર તળાવ, અંતરજાળ તળાવ, કિડાણા તળાવ, ગળપાદર તળાવથી શાંતીધામ રોડ પરનો મોડો કોઝવે, શિણાય કેનાલ


ભચાઉ
કરગરીયા તળાવ, છછડા તળાવ, બટીયા તળાવ, કરમરીયા તળાવ,


રાપર
સુવઈ ડેમ, કાગનોરા ડેમ, કંધોકા ડેમ