Banaskantha Weather Update, અલકેશ રાવ/બનાસકાંઠા: હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં વહેલી સવારથી જ અનેક પંથકોમાં મેઘમહેર જામી છે, જેને લઈને પાલનપુરમાં બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતા પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપરના ગઠામણ પાટિયા નજીક ઢીંચણસમા પાણી ભરાતાં અનેક વાહનો ખોટવાઈ રહ્યા છે તો અનેક વાહન ચાલકો પાણીમાં પડી રહ્યા છે જેને લઈને વાહન ચાલકો અટવાયા છે.જેને લઈને વાહન ચાલકો તેમજ સ્થાનિકો પાલિકા સામે રોષ વ્યકત કરી રહ્યા છે અને પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભજ્જીએ કરેલી એક વાતે બદલી નાંખી કોહલીની કરિયર, ભારતને મળ્યો વિક્રમ સર્જક 'વિરાટ'


બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વહેલી સાવરથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો પાલનપુર -અમદાવાદ મુખ્ય હાઇવે ઉપર ગઠામણ પાટિયા નજીક ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. અનેક નાના વાહનો પાણી માંથી પસાર થતા બંધ પડી રહ્યા છે. જેને લઈને ધક્કામારીને વાહન ચાલકો વાહનોને બહાર કાઢી રહ્યા છે.


5 રાશિઓનો ગોલ્ડન પીરિયડ થયો શરૂ, રાજાઓ જેવું જીવન જીવશો તો પણ નહીં ખૂટે રૂપિયા 


તો પોતાના બાળકોને એક્ટિવ ઉપર સ્કૂલને મુકવા જતી એક મહિલા નું એક્ટિવા ભારે પાણીના કારણે પડી ગયું હતું, જેને મહામુસીબતે લોકોએ ઉભું કર્યું હતું, 25 ગામોને જોડાતાં આ માર્ગ ઉપર વારંવાર પાણી ભરાતા વાહન ચાલકો સહિત લોકો હાલાકી ભોગવી રહ્યા છે. જેને લઈને સ્થાનિકો વેપારીઓ અને વાહન ચાલકો નગરપાલિકાની કામગીરી ઉપર સવાલો ઉઠાવી તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે. 


રાહ જોવામાં રહી જશો! સોનાના ભાવ આજે પણ ઘટ્યા, ઘટેલા ભાવનો  ફાયદો ઉઠાવો..લેટેસ્ટ રેટ