RAJKOT NEWS : ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટર બોમ્બ બાદ પોલીસ નીચે તપાસનો રેલો આવતાની સાથે જ પોલીસ પરોપકારી બની ગઇ હતી. ઉઘરાવેલા તમામ હપ્તાઓ આક્ષેપ કરનારા વ્યક્તિઓને પરત કરવા લાગ્યા હતા. આજે ફરિયાદી જગજીવન સખિયા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ 2 ફેબ્રુઆરીએ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને કમિશ્નર બાજી અંગે પત્ર લખ્યો હતો અને તેના એક જ દિવસ બાદ આ મુદ્દે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તેના પુત્ર કિશનને બોલાવીને 4.50 લાખ પરત કરી દેવાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ બાબતના પુરાવા તરીકે વીડિયો પણ તેમણે રજુ કર્યો હતો. જો કે આ રકમ શેની છે તે અંગે કોઇ ખુલાસો કરાયો નહોતો. આ ઉપરાંત આ ઉપરાંત દાવો કરાયો કે મુદ્દામાલ પાવતી બનાવી હતી તો પછી મને પરત આપવી જોઇએ. જે અપાઇ નથી. આ પૈસા પોલીસ કમિશ્નરે આપ્યા કે પીઆઇ વી.કે ગઢવીએ આપ્યા તે હાલ સૌથી મોટો સવાલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં શિક્ષકોની ચાંદી જ ચાંદી, 10000 પોસ્ટ પર કોઇ પરીક્ષા વગર સીધું જ પોસ્ટિંગ


આ અંગે તેમણે કહ્યું કે, ગઇકાલે ફરીથી વિકાસ સહાય સાથે મુલાકાત થઇ હતી. જેમાં બે કલાક સુધી મારૂ નિવેદન નોંધાયું હતું. આ ઉપરાંત સાંયોગિક પુરાવાઓ સાથે ત્રીજી વખત નિવેદન નોંધાયું છે. સોમવારે હું મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ મળવા જવાનો છું. રિપોર્ટ સોમવારે સવારે રજુ થાય તેવી શક્યતા પણ જોવાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 75 લાખના તોડકાંડમાં સખિયાબંધુઓને ગઇકાલે વિશેષ નિવેદન અને પુરાવા માટે ફરી એકવાર ગાંધીનગરનું તેડાવું આવ્યું હતું. જેમાં ડીજીપી વિકાસ સહાય સમક્ષ ગત્ત તારીખ 03/02/2022 ના રોજ દીવાનપરા પોલીસચોકી ખાતે મહેશ સખિયા અને જગજીવન સખિયાન પોલીસે 4.5 લાખ રૂપિયા પરત આપ્યા હોવાના ચોંકાવનારા 2 વીડિયો પુરાવા રૂપે રજુ કર્યા છે. 4.5 લાખ રૂપિયા ક્રાઇમબ્રાંચ PSI એમ.એમ ઝાલા અને રાઇટર મહેશ મંડ દ્વારા અપાયો હોવાનો તપાસનીશ અધિકારીઓ સમક્ષ ધડાકો કર્યો છે. 


ગાંધીનગરકાંડ: સગીરા સાથે નદીની કોતરમાં સેક્સ માણવા દરમિયાન આ મુદ્દે માથાકુટ થતા છરી મારી દીધી...


આ અંગે કોના મુદ્દે કેટલી સંપત્તિ છે એ સહિતના તમામ મુદ્દાઓ પર એન્ટીકરપ્શન બ્યુરોની તપાસ થવી જોઇએ. ઇન્ડિયન પોલીસ મેન્યુઅલ મુજર ફરિયાદ દાખલ કરીને જવાબદારોને સસ્પેન્ડ કરાય તેવી માંગ સખિયાએ કરી હતી. વધારે આક્ષેપો કરતા કહ્યું કે, એક IPS ની પત્નીએ 5 કરોડના ઘરેણા કઢાવ્યા હતા, તેમાંથી 3 કરોડ ઘરેણા ખરીદ્યા હતા તે સૌકોઇ જાણે છે. આ ઉપરાંત કમિશ્નરનું 50 કરોડનું મકાન છે. તે કઇ રીતે બન્યો તે પણ સૌથી મોટો સવાલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube