હિતલ પારેખ, ગાંધીનગર: 15 જુલાઇ 2019ના રોજ ગુજરાતના નવા રાજ્યપાલની જાહેરાત કરવામાં આવી હતી. આચાર્ય દેવવ્રતને ગુજરાત રાજ્યના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. જો કે, ગુજરાતના રાજ્યપાલ તરીકે ઓ.પી. કોહલીનો કાર્યકાળ પૂરો થતા આચાર્ય દેવવ્રતની નિયુક્તિ કરવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ દ્વારા રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતના શપથવિધિ સમારોહની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના પદનામિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શપથવિધિ સમારોહ સોમવારે 11:00 રાજભવનમાં યોજાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- અલ્પેશ ઠાકોરને મંત્રી પદ મળશે તો 3થી વધારે ટર્મ ચૂંટાયેલા BJPના ધારાસભ્યોનું શુ?


ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હિમાચલના પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યાં છે. તો બીજી બાજુ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્રાને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવ્યા છે. 


વધુમાં વાંચો:- સરકારી હોસ્પિટલોમાં અંધારામાં ‘ઇમરજન્સી સેવા’ ભગવાન ભરોસે


કોણ છે આચાર્ય દેવવ્રત
ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રાચાર્ય ડો.દેવવ્રત આચાર્ય ભાજપના સક્રિય સદસ્ય હતા. તેમનુ કોઈ રાજનીતિ કરિયર ન હતું. આર્ય સમાજી હોવાને કારણે તેમના પ્રૂવ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સાથે સારા સંબંધ હતા. તેથી તેમને હિમાચલના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેમના યોગગુરુ રામદેવ બાબા સાથે પણ સારો પરિચય છે. તેમના હિમાચલના રાજ્યપાલ બનાવવા પર માનવામાં આવ્યું હતું કે, રામદેવ બાબાની ભલામણથી જ તેઓ હિમાચલના રાજ્યપાલ બન્યા હતા. રામદેવ તેમને વિધાનસભા ઈલેક્શનમાં થાનેસરથી ટિકીટ અપાવવા માંગતા હતા. 


વધુમાં વાંચો:- ZEE BREAKING: અલ્પેશ ઠાકોર બનશે મંત્રી? રૂપાણી સરકારનું કરાશે વિસ્તરણ


  • 12 ઓગસ્ટ 2015 એ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે પદભાર સંભાળ્યો હતો 

  • રાજ્યપાલ બનવા પહેલા આચાર્ય દેવવ્રત હરિયાણાના કુરુક્ષેત્રના ગુરુકુળના પ્રધાનાચાર્ય હતા 

  • 18 જાન્યુઆરી 1959, સમાલખા હરિયાણામાં જન્મ થયો હતો 

  • હાલ પણ હરિયાણાની ગુરુકુલના પ્રધાનાચાર્ય છે 

  • સામાજિક જીવનમાં આર્ય સમાજના પ્રચારક પણ રહી ચૂક્યા છે 

  • હિમાચલના રાજ્યપાલ બન્યા બાદ તેમણે ડ્રગ અબ્યુસ અને અસહિષ્ણુતા મુદ્દે તાત્કાલિક ધોરણે અધિકારીઓ સાથે બેઠક કરી યોગ્ય પગલાં ભરવાનો નિર્ણય લીધો હતો

  • ભ્રૂણ હત્યા અને બેટી બચાઓ બેટી પઢાઓ યોજના સાથે લાંબા સમયથી જોડાયેલ છે


વધુમાં વાંચો:- સુરતમાં પારિવારિક ઝઘડામાં મહિલા પર એસિડ ફેંકાયો


શિક્ષણ ક્ષેત્રને વધુ સારુ બનાવવા માટે તેમણે 19 જેટલા એવોર્ડ મળી ચૂક્યા છે. જેમાં ભારત જ્યોતિ એવોર્ડ, અમેરિકન મેડલ ઓફ ઓનર પણ સામેલ છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર નેચરોપથી, નવી દિલ્હીથી 2002માં ડોક્ટર ઓફ નેચરોપથી એન્ડ યૌગિક સાયન્સની ડિ્ગરી પ્રાપ્ત કરનારા દેવવ્રત વેદ પ્રચાર માટે સ્વિત્ઝરલેન્ડર, નેધરલેન્ડ, હોલેન્ડ, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ, ઈટલી, વેટિકન સિટી, નેપાળ અને ભૂટાન જેવા અનેક દેશોની સફર ખેડી ચૂક્યા છે. તેઓ માને છે કે, મેં સમાજસેવાને મારો ધર્મ માનીને કામ કર્યું છે. દેશની સભ્યતા અને સંસ્કૃતિની રક્ષા કરવા માટે ગુરુકૂળમાં યુવા શક્તિને તૈયાર કરવી જોઈએ. 


જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...