જ્યેન્દ્ર ભોઈ, પંચમહાલઃ છેલ્લા કેટલાક સમયથી ટામેટાંના ભાવ આસમાને પહોંચી ગયા છે. અનેક જગ્યાએ ટામેટાં 200 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યાં છે. ટામેટાંના ભાવ વધ્યા બાદ સામાન્ય માણસના રસોડામાંથી જરૂરી ટામેટાં ગાયબ થઈ ગયા છે. આ વચ્ચે ગોધરા તાલુકાના બલુપુરા પ્રાથમિક શાળાના શિક્ષકે એક સુંદર કાર્ય કર્યું છે. શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓને ટામેટાંના છોડનું વિતરણ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાથમિક શાળાના શિક્ષકનો નવતર પ્રયોગ
ગોધરા તાલુકાની બલુપુરા પ્રાથમિક શાળાના શિક્ષકે હાલ મોંઘવારીના કારણે ચર્ચામાં રહેલાં ટામેટાના છોડનું તમામ વિદ્યાર્થીઓને વિતરણ કરી એક નવતર પ્રયાસ કર્યો છે. પ્રકૃતિ પ્રેમી  શિક્ષક મુકેશ મહેરાએ શાળા કેમ્પસમાં પર્યાવરણ પ્રયોગશાળાનું પણ નિર્માણ કર્યુ છે.ઉલ્લેખનીય છેકે આ શાળામાં 205 ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે તમામ વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા સ્વખર્ચે  ટામેટાના છોડ આપી તેની માવજત અંગે જાણકારી આપી હતી અને જે ટામેટાના છોડનો ઉછેર થવા સાથે ટામેટાં લાગવાની શરૂઆત પણ થઈ ચૂકી છે અને હાલ શાળામાં મધ્યાહન ભોજનમાં મોંઘાદાટ ટામેટાં જોવા મળી રહ્યા છે. શિક્ષક મુકેશ મહેરાના આ કાર્યની સોશિયલ મીડિયામાં લોકો પ્રશંસા કરી રહ્યાં છે.


આ પણ વાંચોઃ 'આવી ગઈ નવી આગાહી...', વરસાદને લઇ ગુજરાતને રાહત કે પછી ધોધમાર? જુઓ શું કહે છે હવામાન


દેશના ભવિષ્યને સમાજમાં સંસ્કાર અને જ્ઞાન નું સિંચન  પ્રાથમિક શાળાના શિક્ષકો થકી થતું હોય છે. સમાજમાં બાળકોના માનસિક વિકાસમાં શિક્ષકોની મહત્વની ભૂમિકા હોય છે. જેમાં પણ  કેટલાક શિક્ષક પોતાની અનોખી કાર્યશૈલી  થકી  શ્રેષ્ઠ શિક્ષક બની જતાં હોય છે. આવા એક શિક્ષક  ગોધરા તાલુકાના ઓરવાડા ગામની બલુપુરા ફળિયાની શાળામાં ફરજ બજાવતાં મુકેશભાઈ મહેરા છે. જેઓ દ્વારા શાળામાં  પર્યાવરણ પ્રયોગશાળા  બનાવી અનોખું કામ કરી રહ્યા છે. નોંધનીય છે કે મુકેશભાઈ મહેરા  પોતે અગાઉ પોતાના ઉત્કૃષ્ટ શૈક્ષણિક કામો થકી ઉત્તમ શિક્ષક તરીકે  સન્માન મેળવી ચુક્યા છે. જેઓ પોતાની શાળા  અને એમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે પણ લાગણીઓથી જોડાયેલા  છે. હાલ  શાકભાજીમાં  રંગ અને સ્વાદ પીરસતા મુખ્ય કહીં શકાય એવા  ટામેટા ખૂબ જ મોંઘાદાટ બન્યા છે અને જેથી  કદાચ મધ્યમ વર્ગના પરિવારની થાળી માંથી અદ્રશ્ય થયા છે. 


આ વર્તમાન સર્જીત સ્થિતિને અનુલક્ષી મુકેશભાઈએ પોતાની શાળામાં પર્યાવરણ પ્રયોગ શાળા બનાવી છે અને જેમાં પણ  ટામેટાના  છોડની રોપણી કરવા સાથે સાથે  ટામેટાના છોડનું તમામ વિદ્યાર્થીઓને વિતરણ કરી  પોતાના ઘરની આસપાસની ખુલ્લી જગ્યામાં  રોપણી કરવા પ્રેરણાદાયી બન્યા છે. વિદ્યાર્થીઓએ પણ હોંશે હોંશે ટામેટાના  છોડનું પોતાના ઘરે લઈ જઈ માવજત સાથે રોપણી કરતાં  ટામેટાના છોડનો ઉછેર થવા સાથે  હવે ટામેટા લાગવા ની શરૂઆત પણ થઇ ગઈ છે. જેથી જ હવે બલુપુરા  શાળામાં બનતાં  મધ્યાહન ભોજનમાં  મોંઘા ટામેટા જોવા મળે છે  અને બાળકો ની સાથે સાથે તેઓના પરીવારના સભ્યો પણ પોતાને ઘર આંગણે ઉપજ થતાં  ટામેટા પોતાના ભોજનમાં સમાવેશ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે મુકેશભાઈ ૩૧ વર્ષ ઉપરાંતથી  શિક્ષક તરીકે ફરજ બજાવે  છે અને હાલ તેઓ વીર શહીદ  સુનિલ પટેલ  પ્રાથમિક શાળા  બલુપુરામાં આસિસ્ટન્ટ આચાર્ય તરીકે સેવા આપી રહ્યા કરી છે તેમજ અગાઉ તેઓ શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ લઈ ચુક્યા છે .


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube