Gujarat Monsoon 2024: ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ નહીં વરસતા રાજ્યમાં મોટું જળસંકટ તોળાઈ રહ્યું છે. જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રમાણસર વરસાદ વરસ્યો હતો, પણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ થયો નથી. આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું છે. તો આગામી બે દિવસ સુધી પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડશે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે. મહત્વનું છે કે વરસાદની સિસ્ટમ લો પડતા અનુમાન મુજબ વરસાદ નહીં વરસે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું આ છે ગુજરાતનું વિકાસ મોડલ? 10 જગ્યાઓ માટે 10 હજાર ઉમટ્યા, અફરા તફરીનો માહોલ


ગુજરાતના મોટાભાગના જળાશયો ખાલીખમ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં વરસાદની ખેંચના કારણે જળસંકટ ઘેરું બને તેવા સંજોગો સર્જાઈ રહ્યા છે. શરૂઆતના તબક્કામાં વરસાદના પગલે લખો હેક્ટરમાં વાવણી થઇ ગઈ છે પણ હવે વરસાદ નહીં વરસતાં ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે.


આણંદના બોરસદમાં ધોધમાર વરસાદ
આણંદના બોરસદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. બોરસદમાં સિઝનનો પહેલા વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. સતત એક કલાક વરસાદ વરસતા માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાવવાની સ્થિતિનું નિર્માણ થયું હતું. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ધોધમાર વરસાદથી બોરસદ નગરપાલિકાની પોલ ખૂલી ગઈ. વરસાદી પાણીની મુખ્ય કાંસ પાસે કોઈ સેફટી જ રાખવામાં નથી આવી.


શું મોરબીના મચ્છુ નદીના કાંઠે ફરી આવી શકે છે મોટી હોનારત? જાણો શું છે કારણ અને વિવાદ


મુખ્ય માર્ગ પાસેથી પસાર થતાં ખુલ્લી કાંસની જાળી ગાયબ છે. ધસમસતા પાણીના પ્રવાહમાં વાહનો અને રાહદારીઓ તણાવવાની ભિતી દેખાઈ રહી છે. ગત વર્ષે આ જ કાંસમાં ડૂબી જતાં એક બાળકનું મૃત્યુ થયું હતું તેમ છતાં પણ તંત્ર આ વખતે બેદરકાર જોવા મળ્યું. એક વર્ષ પછી પણ ખુલ્લા કાંસ પર કોઈ સેફટી જાળી લગાવી નથી. એક વર્ષ દરમિયાન પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને આ કાંસ પણ ન દેખાઈ.


ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા
ગુજરાતના અનેક જિલ્લામાં આજે મેઘરાજા મહેરબાન થયા છે. સુરત, નવસારી, વલસાડ, ઉપલેટા, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ અને બનાસકાંઠા સહિતના જિલ્લમાં વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.


ગુજરાતની નજીક આવી ગઇ ચોમાસાની ધરી! આ ઘાતક આગાહી વાંચીને છાતીના પાટીયા બેસી જશે


ઉપલેટામાં ધોધમાર વરસાદથી રસ્તા પાણી-પાણી 
ભારે વરસાદને પગલે ભાદર ચોક વિસ્તાર, શાકમાર્કેટ વિસ્તાર અને સિંધી બજારમાં પાણી ભરાયા છે, તો કટલેરી બજાર, હિરાબા પ્લોટ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.


ખાંભા-ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ખાંભા-ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ખાંભા, ધારી અને રાજુલા પંથકમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજુલામાં ધોધમાર વરસાદથી રોડ-રસ્તા પાણી પાણી થયા છે. સમગ્ર પંથકમાં અવિરત વરસાદથી લોકો ખુશખુશાલ થયા હતા.


રૂપિયાની ગડ્ડી તૈયાર રાખો, ગુજરાતી અરબોપતિની દેશની સૌથી મોટી કંપની લાવી રહી છે IPO


ગાગડિયો નદીમાં ત્રણ વખત પૂર આવ્યું
અમરેલી જિલ્લામાં ત્રણ દિવસ વરસાદી માહોલ જામતા ગાગડિયો નદીમાં ત્રણ વખત પૂર આવ્યું છે. ગાગડિયો નદી પરનો ચેકડેમ અને તળાવ છલકાયા છે. ચેકડેમ અને તળાવ છલકાતા અદભુત આકાશી નજારો સામે આવ્યો છે.


આ છે Jio, Airtel અને Vi નો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન્સ, જેમાં મળશે એક વર્ષની વેલિડિટી


કાળુભાર સિંચાઈ ડેમમાં પાણીની આવક
ભારે વરસાદથી બોટાદના ગઢડા તાલુકાના ગઢાળી ગામે આવેલા કાળુભાર સિંચાઈ ડેમમાં પાણીની આવક થઈ છે. કાળુભાર ડેમ હેઠળ આવતા 14 ગામોને અહીંથી સિંચાઈનું પાણી મળે છે. કાળુભાર ડેમના ઉપરવાસના ગામોમાં સારો વરસાદ થતાં ડેમમાં પાણીની આવક થઈ જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી...