પંચમહાલ : મોરવા હડફની વિરણીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચના ઉમેદવારને ફાળવવામાં આવેલું ચૂંટણી ચિન્હ અને બેલેટ પેપરનું ચિન્હ અલગ હોવાથી મતદાન પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. બીજી તરફ ત્રણ મતદાન મથક ધરાવતી આ ગ્રામ પંચાયતની મતદાન પ્રક્રિયા માટે આલુ ગામમાં મતદાન મથકની ફાળવણી કરવાની પણ જવાબદારોએ ભૂલ કરી હતી. આલુ મતદાન મથક પણ તંત્ર દ્વારા 15 કિલોમીટર દૂર વિરણીયા ખાતે ઉભું કરવામાં સ્થાનિકોએ રજુઆત કરતાં અંતે મોડી રાત્રે ચુંટણી અધિકારીએ દોડી જઇ મતદાન મથક ઉભું કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં તમામ પેપરો લીક થાય છે, ઝડપાયા તે લોકો માત્ર નાની માછલીઓ મોટા મગરમચ્છ પકડાતા જ નથી


આમ તંત્રના બે બે છબરડાને લઈ બહારગામથી મતદાન કરવા માટે આવેલા મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મતદારો અને ઉમેદવારો આગામી દિવસે ફરીથી આખી મતદાન પ્રક્રિયા યોજવામાં આવે એવી માંગ કરી હતી. જે માંગણીને ધ્યાને લઇ વિરનીયા ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં મતદાન મોકૂફ રખાયું હતું. ભૂલ ધ્યાને આવતા પહેલા થયેલ મતદાનની પેટીઓ સિલ કરી આવતી કાલે ફરી મતદાન કરવાનો નિર્ણય લેવાયો હતો.


દેલવાડાની ચૂંટણીમાં સાસુ-વહુ વચ્ચે વર્ચસ્વની લડાઈ, પરંતુ ઘી તો ખીચડીમાં જ ઢોળાશે


પંચમહાલમાં પણ ઉમેદવારનું ચૂંટણી ચિન્હ બદલાઇ જતા હોબાળો
દેલોચ ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીનું મતદાન બંધ રાખી માત્ર સભ્યોની મતદાન પ્રક્રિયા કાર્યરત રાખતા મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. મતદાન માટે કલાકોથી કતારોમાં ઉભા રહેલા મતદારો આવતીકાલે સંપૂર્ણ મતદાન પ્રક્રિયા સાથે યોજવાની માંગ સાથે ઘરે જતાં રહ્યાં હતા. સરપંચ અને સભ્યો માટે 230 જેટલા મતદારો મતદાન કરી ચુક્યાં છે. જેના બાદ જે ઉમેદવારનું ચૂંટણી ચિન્હ બદલાયું હતું તેઓએ મતદાન પ્રક્રિયા બંધ રાખવા માટે રજુઆત કરી હતી. જોકે મતદાન કેન્દ્ર અધિકારીઓએ મતદાન પ્રક્રિયા માટે અગાઉની મતપેટી સીલ કરી મતદાન માટેની પ્રક્રિયા યથાવત્ત રાખી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube