ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અસુદ્દીન ઔવેસી (Asaduddin Owaisi) ની પાર્ટીની એન્ટ્રી થઈ છે. AIMIM પાર્ટીની એન્ટ્રી બાદ તેના ચીફ અસુદ્દીન ઔવેસી ગુજરાતની મુલાકાતે આવવાના છે. 4 ફેબ્રુઆરીએ અસુદ્દીન ઔવેસી એક દિવસના ગુજરાત પ્રવાસે આવનાર છે. ત્યારે તેઓ અમદાવાદ, ભરૂચ સહિતના સ્થળોની મુલકાત લઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અસુદ્દીન ઔવેસીની જાહેર સભાનું આયોજન 
AIMIM ગુજરાતના ફેસબુક પેજ પર અસુદ્દીન ઔવેસીની ગુજરાત મુલાકાતની જાહેરાત કરાઈ છે. અમદાવાદમાં અસુદ્દીન ઔવેસીની જાહેર સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અસુદ્દીન ઔવેસીની આ મુલાકાત દરમિયાન અનેક મોટી બાબતો સર્જાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી AIMIM પાર્ટી છોટુ વસાવાની BTP સાથે મળીને લડી રહી છે. 


Breaking : ગુજરાતના રાજકારણમાં ઔવેસીની એન્ટ્રી થશે


મોડાસામાં AIMIM એ કોંગ્રેસને તોડ્યું  
તો બીજી તરફ, આજે મોડાસા નગરપાલિકાનો ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે. મોડાસાના રાજકારણમાં અસુદ્દીનની પાર્ટીએ એન્ટ્રી કરી છે. મોડાસા શહેરના રાજકારણમાં પ્રવેશ સાથે AIMIM એ કોંગ્રેસ (congress) માં ગાબડું પાડ્યું છે. મોડાસા શહેર કૉંગ્રેસના 50 જેટલા કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. 5 અપક્ષ કૉર્પોરેટર સહિત 50 જેટલા કૉંગી કાર્યકરો AIMIM (All India Majlis-e-Ittehadul Muslimeen) માં જોડાયા છે. આમ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. મોડાસામાં કોંગ્રેસના વધુ 450 થી વધુ કાર્યકરો AIMIM માં જોડાય તેવો દાવો કરવામાં આવ્યો છે. 


AIMIM સાથે હાથ મિલાવનાર છોટુ વસાવાનું વિવાદિત નિવેદન, કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને અમને કંઈ ન મળ્યું


ગુજરાતમાં અસદ્દુદીન ઓવૈસીની પાર્ટી AIMIM (All India Majlis-e-Ittehadul Muslimeen) અને છોટુ વસાવા ( chhotu vasava ) ની પાર્ટીનું ગઠબંધન થયું હતું. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે મળીને લડશે તેવી જાહેરાત છોટુ વસાવાએ કરી હતી. છોટુ વસાવાએ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બંને પાર્ટીઓ સાથે મળીને લડીશું. બીટીપી અને AIMIMએ ગઠબંધન કર્યું. ભાજપ અને કોંગ્રેસથી દુઃખી લોકો અમારા સાથે જોડાશે. ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજાની બી ટીમ છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પણ લડીશું. ભાજપ અને કોંગ્રેસ બંને શાસનમાં નહિ હોય તો પરિવર્તન આવશે, લોકો સુખી થઈ જશે. કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને અમને કંઈ જ ન મળ્યું. અમારા અધિકાર દેશમાં નથી મળી રહ્યાં.