અમદાવાદ :અશોક ગેહલોતની રાજસ્થાન સરકારે એક એવો નિર્ણય લીધો છે, જેનાથી વારંવાર આબુ ફરવા ઉપડી જતા ગુજરાતીઓને મોટો ફટકો પડશે. રાજસ્થાનમાં ભૂમાફિયા સહિત અન્ય માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા મોટો નિર્ણય કરાયો છે. આ માટે વિશેષ અભિયાન ચલાવાયું છે. રાજસ્થાનમાં રાતે 8 વાગ્યા બાદ દારૂની દુકાન નહિ ખૂલે. તેની જવાબદારી પોલીસ અધિકારીઓની રહેશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ વિશે ચિંતા વ્યક્ત કરી કે, પ્રદેશમાં માફિયાનો પ્રભાવ સતત વધી રહ્યો છે. તેને કારણે સામાન્ય જનતા પરેશાન થઈ ગઈ છે. મુખ્યમંત્રીએ મીડિયાને જણાવ્યું કે, જમીનના કેસ વધી રહ્યાં છે. ભૂમાફિયા, દારૂ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. પહેલા પણ કાર્યવાહી કરવામાં આવી હતી. હવે આ અભિયાન તેજ ગતિથી વધારવા કહેવાયું છે. તો બીજી તરફ, અમારી સરકારે રાતે 8 વાગ્યા બાદ દારૂની દુકાનો બંધ કરવાનો નિર્ણય લીધો હતો, તેીન સારી અસર પડી છે. પરંતુ ધીરે ધીરે આદેશ ડાયલ્યુટ થઈ ગયોહ તો. હવે જો પ્રદેશમાં રાતે 8 વાગ્યા બાદ દારૂનું વેચાણ દુકાન પર થશે તો પોલીસ અધિકારીઓ જવાબદાર રહેશે. તો સમગ્ર જિલ્લાની જવાબદારી એસપીની રહેશે કે, રાતે 8 વાગ્યા બાદ દારૂનું વેચાણ કરવામાં ન આવે. આ બાબતને ગંભીરતાથી લેવામાં આવે. 



અશોક ગેહલોતે કહ્યું કે, પ્રદેશમાં બાળકોમાં નશાની સમસ્યા વધી રહી છે. બાળકો માટે સ્કૂલ કોલેજમાં અભિયાન ચલાવવામા આવે. તેનાથી શિક્ષા વિભાગ અને પરિવારજનોને ભાગીદાર બનાવવામાં આવે. કોઈને પણ કોઈ બાબત પર શંકા જાય તો સૂચના આપીને પોલીસને જાણ કરે.


ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન સરકારના આ નિર્ણયથી આબુ ફરવા જનારા ગુજરાતીઓને મોટો ફટકો પડી શકે છે. ગુજરાતીઓ છાશવારે આબુ ફરવા ઉપડી જતા હોય છે. તો બીજી તરફ, આબુ એટલે ગુજરાતીઓ માટે મિની કાશ્મીર. આવામાં ઠંડીની મોસમમાં આબુ કરવા જવાનો ક્રેઝ વધુ હોય છે. ત્યારે રાજસ્થાન સરકારના આ નિર્ણયથી ગુજરાતીઓને ફટકો પડશે.