હિતલ પારેખ, અમદાવાદ : રાજ્યમાં સતત ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ કેસના આંકડાઓ વધી રહ્યાં છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં રાજ્યના 15 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસરી ચૂક્યો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, કોરોના સામેની લડાઈના સાધનો ગુજરાતમાં જ બની રહ્યાં છે. રાજકોટની કંપનીએ વેન્ટિલેટર બનાવ્યું છે અને તેનું સફળતાપૂર્વક પરિક્ષણ કરવામાં આવ્યું છે. ગુજરાતની બે કંપનીઓએ પીપી કીટનું ઉત્પાદન કરી રહી છે. રાજ્યના ચાર મહાનગરોમાં 2200 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે અને કાર્યરત કરાઈ છે અને બાકીના 29 જિલ્લામાં 100 બેડની કોવિડ હોસ્પિટલ ચારથી પાચ દિવસમાં તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અશ્વિની કુમારે માહિતી આપી છે કે અમદાવાદના છ વિસ્તારો કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. બાપુનગરનો એક, દરિયાપુર એક, શાહઆલમ અને દાણીલીમડામાં એક અને શાહપુરમાં બે એરિયા ક્લસ્ટર કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. વડોદરામાં નાગરવાડા અને સૈયદપુરા, સુરતમાં સચિન અને ભાવનગરના એક વિસ્તારમાં આ જ રીતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


અશ્વિની કુમારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છેકે દિલ્હી નિઝામુદ્દીન મરકઝમાં ગયેલા લોકોના સંક્રમણને કારણે કોરોના વાયરસના કેસોમાં વધારો થયો છે. આ લોકોએ પોતાની આરોગ્યની હિસ્ટ્રી સામે ચાલીને જણાવી નથી તેના કારણે આ પગલાં ભરવામાં આવી રહ્યા છે. કોઈપણ જમાતનો વ્યક્તિ મીડિયાને ધમકી આપે એ ગુનો બને છે. દિલ્હી નિઝામુદ્દીન ગયા એ લોકો પોઝિટિવ નીકળ્યા છે એ હકીકત છે અને એનો કોઇ ઇન્કાર કરી શકે નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube