કેતન બગડા/અમરેલી :એશિયાટિક લાયન માત્ર ગુજરાતમાં હોવાનો ગર્વ ગુજરાતની જનતા હંમેશાથી લેતી આવી છે. એશિયાટિક સિંહોનું જ્યાં એક તરફ સંવર્ધન કરવાની વાત કરાય છે, ત્યાં બીજી તરફ જંગલના રાજાનું જ ઘોર અપમાન કરાઈ રહ્યું છે. ગીરના જંગલમાં ફરી એકવાર સિંહોની પજવણીનો કિસ્સો બન્યો છે. ખાંભાના ડેડાણ નજીક સિંહની પજવણી કર્યાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં માનવે વિકૃતિની હદ વટાવી છે. જંગલના રાજાને રખડતા કૂતરાની જેમ દોડાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના ગર્વને છિન્નભિન્ન કરે તેવી આ ઘટના છે, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. અમરેલીના હાઈવે પર એક બાઈક ચાલકે 2 સિંહોની પાછળ બાઈક દોડાવીને તેમની પજવણી કરી છે. દેશની શાન ગણાતા સાવજની પજવણી કરવી એ વાઈલ્ડલાઈફ એક્ટ મુજબ ગંભીર ગુનો બને છે. ઘટનાની ગંભીરતા લઈ ધારી ગીર પૂર્વ વનવિભાગે તપાસના આદેશ આપ્યા છે. વનવિભાગ દ્વારા બાઇક ચાલકની શોધખોળ હાથ ધરાઈ છે.



ટીખળખોરોએ એશિયાટિક સિંહોની શ્વાન જેવી હાલત કરી હતી અને પોતે વિકૃત આનંદ માણ્યો હતો. તેમજ તેનો વીડિયો બનાવીને શેર પણ કર્યો. ધારી DCF રાજદીપ સિંહ ઝાલા દ્વારા ખાંભા તુલસીશ્યામ રેન્જને તપાસ કરવા આદેશ આપ્યા છે.