બારડોલીમાં ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન, કરણસિંહે કહ્યું; `આપણે EVMમાં ભાજપ સામેનું બટન સાફ રાખવાનું છે`
Loksabha Election 2024: રૂપાલા સામે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયો બારડોલીમાં સંમેલનરૂપી સત્યાગ્રહ કર્યું. રાજ્યસ્તરના મોભીઓની હાજરીમાં દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું. આ લડત હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચી છે. ત્યારે બારડોલીની આ સભામાં અંદાજિત 10,000 લોકો સભાસ્થળે હાજર જોવા મળ્યા હતા.
Loksabha Election 2024: ક્ષત્રિયો હજુ પણ રૂપાલાના વિરોધ માટે મક્કમ છે અને એના જ ભાગરૂપે બારડોલીમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. રૂપાલા સામે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયો બારડોલીમાં સંમેલનરૂપી સત્યાગ્રહ કર્યું. રાજ્યસ્તરના મોભીઓની હાજરીમાં દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું. આ લડત હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચી છે. ત્યારે બારડોલીની આ સભામાં અંદાજિત 10,000 લોકો સભાસ્થળે હાજર જોવા મળ્યા હતા.
ગુજરાતભરના ક્ષત્રિય સમાજે તેમની ઉમેદવારી રદ કરવા વિવિધ કાર્યક્રમો આપવા છતાં ભાજપે રૂપાલાની ઉમેદવાર તરીકે યથાવત રાખતા ક્ષત્રિય સમાજની લડત હવે સીધી ભાજપ સામે બની છે. જેના ભાગરૂપે આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ માટે દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજે ભાજપ સામે સત્યાગ્રહ છેડ્યો. આ સંમેલનમાં સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા, સંકલન સમિતિના રાજ્યના મહિલા પ્રમુખ તૃપ્તિબા રાઓલ સહિત મહાનુભાવો હાજર રહી સભા સંબોધી હતી. આ સંમેલનમાં સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા, સંકલન સમિતિના રાજ્યના મહિલા પ્રમુખ તૃપ્તિબા રાઓલ સહિત મહાનુભાવો હાજર રહી સભા સંબોધી હતી.
તૃપ્તિબા રાઓલ
રાજપૂત સમાજ સંકલન સમિતિ મહિલા પાંખના પ્રમુખ તૃપ્તિબા રાઓલે કહ્યું કે સરદારની આ ધરતીને હું નમન કરું છું. આ રાજકીય અધોપતન છે. રાજકીય લેવલે તમે જયારે પ્રતિનિધિત્વ કરો છો તો તમે સમાજ અને દેશનું પ્રતિનિધિત્વ કરો છો. ઘણા લોકો એવા છે જે અહીંયા નથી આવતા પણ ઘરે બેઠા બેઠા જોતા હોય છે. રૂપાલાનું નિવેદન આજે પણ માફી લાયક નથી અને આવતીકાલે પણ નથી. જૂનાગઢ ભાજપ નેતાએ પણ વાણીવિલાસ કર્યો હતો. મહિલાઓ ઉપરાંત વિકલાંગોનું પણ આપમાન હતું. અમને હિંદુત્વના નામે ડરાવાઈ રહ્યા છે. હિન્દુત્વ કેવી રીતે બચાવવું એ અમને કોઈ સલાહ દેવા ન આવે. પોલીસ મિત્રો અને દેશના જવાનો દેશની-હિન્દુત્વની સુરક્ષા કરે છે.
તમે એ ધ્યાન રાખીને વોટ કરજો કે 52000 બુથ પર રૂપાલા છે: તૃપ્તિબા
તેમણે ઉમેર્યું હતું કે, અમારા પર જ્ઞાતિવાદનો આરોપ લગાવી રહ્યા છે. અમે ફક્ત રૂપાલાના નિવેદનનો વિરોધ કરીએ છીએ પણ પાટીદાર સમાજનો નહીં. આજે અમારી ઉપર રાજકીય ટેગ લગાવવામાં આવી રહ્યા છે. હું રાજપૂતાણી તરીકે ખપીને જ રહીશ. આ લડાઈ હાર- જીતની નથી, અમારી અસ્મિતાની છે. અમે અમારી વર્તમાન અને ભવિષ્યની પેઢીને ગુલામી આપીને જવાના નથી. હજી આવનારા દિવસો ઘણા કપરા આવવાના છે. તમે એ ધ્યાન રાખીને વોટ કરજો કે 52000 બુથ પર રૂપાલા છે. હું 18 વર્ણના પુરુષોને કહું છું કે વોટ આપવા જાઓ ત્યારે પોતાની દીકરીને જોઈને જજો. રોટી બેટીના વ્યવહાર એમાં વ્યવહાર શબ્દ બિલકુલ પણ સ્વીકાર્ય નથી.
રૂપાલાને માફી આપવાનો કોઈ પ્રશ્ન જ નથી: તૃપ્તિ બા
આ મહાસંમેલનમાં તૃપ્તિ બાએ ભાષણ આપતા ભાજપ સામે પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ કોઈ રાજકીય વાત નથી. રૂપાલા હોય કે રાહુલ, વાત સમાજની છે. અમારી મહિલાઓ ઘરમાંથી નીકળતી નથી પણ તમે આ સંખ્યા જોઈ શકો છો, કેટલો રોષ છે. રૂપાલાને માફી આપવાનો કોઈ પ્રશ્ન જ નથી. હમણાં તલવાર મ્યાંનમાં છે. આપણી તલવાર આપણું મત બેંક છે અને EVM માં 3 સેકન્ડ સુધી દબાવી રાખજો. નાના ગામમાં ભાજપ પ્રચાર કરી શકતું નથી અને નાની ઓરડીમાં મીટીંગ કરી રહ્યા છે.
ક્ષત્રિયોની બાદબાકી કરવામાં આવી: પ્રદ્યુમનસિંહ જાડેજા
પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ સભાને સંબોધન કરતા કહ્યું હતું કે આજે આપણે શા માટે ભેગા થયા એ આપ સૌ જાણો છો. 562 રજવાડાઓ લોકતંત્ર લાવવા પોતાના રજવાડા આપી દીધા હતા. સરકારે પણ તેમને રાજ્યસભામાં સ્થાન આપવાની વાત કરી હતી, પણ સ્થાન મળ્યું નથી. વિધાનસભામાં પણ આપણને કટ ટુ સાઈઝ કરવામાં આવ્યા. લોકસભામાં પણ આપણને ટિકિટ મળી નથી. મારા હાથ નીચે સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. માં સરસ્વતી રૂપાલાના જીભે આવ્યા એ બાદ શું થયું એ આપણે સૌ જાણીએ છીએ. રૂપાલાના મુદ્દે સંકલન સમિતિ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી. આ વખતે કરવાનો નિર્ણય સમિતિમાં કરવામાં આવે તેવો નિર્ણય લેવાયો હતો. સંકલન સમિતિ દ્વારા માર્ગદર્શન કરવામાં આવ્યું તે રીતે લડત લડવાનું શરૂ કરવામાં આવી હતી.
રાજપૂતો માટે તલવાર ચલાવવી એ બાળકનો ખેલ છે: દ્શરથબા વાઘેલા
સભાને ક્ષત્રિય આગેવાન દ્શરથબા વાઘેલાએ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ 26 વીઘાના મેદાનમાં કમળના ફૂલ ખીલવવાના હતા, પણ એક શબ્દએ કમળને ખેદાનમેદાન કરી નાખ્યું છે. રાજપૂતો માટે તલવાર ચલાવવી એ બાળકનો ખેલ છે, પણ શિસ્તના કારણે તલવાર હાલ મ્યાન કરેલી છે. હાલ આપણી તલવાર એ આપણું મતદાન છે, મતદાન રૂપી તલવાર ચલાવીશું. આજે ભાજપ જાહેરમાં મિટિંગ નથી કરી શકતો, આજ રાજપૂતોની તાકાત છે. રાજ્પુતોના દીકરાઓ વ્યક્તિગત લાભ માટે નહીં પણ સમાજની રક્ષા, ગાયની રક્ષા માટે લડ્યા છે. આવનારા સમયમાં રાજપૂતોનો પક્ષ બને અને રાજકીય પાર્ટી બને તો લોકોનું ભલું થશે.
હું પૂછું છું કે બારડોલીમાં ગરમી નથી??? આ દ્રશ્યો જુઓ: કરણસિંહ ચાવડા
રાજપૂત સમાજ સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે, સફેદ દાઢીવાળી મોટા સાહેબ, કાળી દાઢી વાળા નાના સાહેબ અને આપણે સીધાસાદા ભુપેન્દ્ર કાકા, તમે આ બધું જોતા જ હશો. રાજકોટથી એક નેતાએ ખાલી સભા મામલે નિવેદન આપ્યું કે ગરમીના કારણે લોકો ઓછા છે, હું પૂછું છું કે બારડોલીમાં ગરમી નથી??? આ દ્રશ્યો જુઓ. 7 મે પછી પશા કાકા(પરષોત્તમ રૂપાલા)નો પ્રથમ ડાયરો બારડોલીમાં કરીશું. રાજકોટ અમારા આંદોલનનું એપિસેન્ટર છે. જે અમને એક હાથ નમે એની સામે અમે આખા નમી જઈએ એવા સંસ્કાર મળ્યા છે, પણ તમે વાણીવિલાસ કરી અમારી પાઘડી ઉછાળી છે. લોકશાહી ઢબે તમામ પ્રયત્નો કરી અમે જોયું કે પશાલાલ માની જાય છે કે નહીં. પશાલાલના જીભે માં સરસ્વતી બેઠા, એમનું ભલું થયું. અમે વેપારી નથી ક્ષત્રિયો જયારે યુદ્ધના મેદાનમાં ઉતરે ત્યારે અમે ગણતરી કરતા નથી. હું ભાજપના હાઇકમાન્ડને કહેવા માંગુ છું કે અમારો અશ્વમેઘ યજ્ઞનો ઘોડો નીકળી ચુક્યો છે, એમનામાં તાકાત હોય તો રોકી બતાવે.
ભાજપ સામેનું બટન અડક્યા વગર સાફ જ રાખવાનું છે: કરણસિંહ ચાવડા
તેમણે જણાવ્યું હતું કે, હું અહિયાંથી કહું છું કે ભાજપ રાજ્યમાં 10 બેઠકો ગુમાવશે અને રૂપાલા તો 1000 ટકા હારશે. રૂપાલા હાય હાયના નારા લાગ્યા. એમને એમ હતું કે ચાર દિવસ આંદોલન ચાલશે અને પ્રોપર્ટીની તોડફોડ કરશે, પણ અમે કોઈ પ્રોપર્ટીને નુકશાન કરવાના નથી. અમારી લડાઈ રાજકીય છે જ નહીં, પણ તમે અમને મજબુર કર્યા. જામનગરના બેન તો ઘણા ગભરાઈ ગયા છે. અશ્વમેઘ રથ રાજકોટ તરફ પણ જશે. રાજકોટ બેઠક માટે અમે બુથ કમિટી પણ બનાવી દીધી છે અને મધ્યસ્થ કાર્યાલય પણ બનાવી દીધું છે. મોદી સાહેબે કહ્યું છે કે સ્વસ્થ ભારત, આપણે EVMમાં ભાજપ સામેનું બટન અડક્યા વગર સાફ જ રાખવાનું છે.
અહીંયા સિંહના ગળે ઘંટ બાંધવાનો છે: કરણસિંહ ચાવડા
તેમણે કહ્યું કે, અગાઉના આંદોલનમાં સરકાર બિલાડીના ગળે ઘંટ બાંધી દેતી હતી. અહીંયા સિંહના ગળે ઘંટ બાંધવાનો છે. આપણી વચ્ચેના નેતા સમાજરૂપી માંને છોડી માસી રૂપી પક્ષમાં જઈને બેઠા છે. માં ને મૂકી માસી પાસે ન જવાય.