ભાજપ રૂપાલાને રાજકોટમાંથી હટાવે નહીંતર...ક્ષત્રિય સમાજે શક્તિ પ્રદર્શન કરી અલ્ટીમેટમ આપ્યું
Kshatriya Asmita Maha Sammelan: જો ભાજપ રૂપાલાની ટીકીટ પાછી નહીં ખેંચે તો ગુજરાતની તમામ 26 બેઠકો પર સમાજ ઓપરેશન રૂપાલા ચલાવશે. સુરેન્દ્રનગર અને ભાવનગર જેવી બેઠકોમાં જ્યાં ક્ષત્રિય મતદારો એક થઈને અન્ય પક્ષને મત આપશે.
Kshatriya Asmita Maha Sammelan: રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ભાગ લેવા સમગ્ર ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત અનેક વિસ્તારોમાંથી રાજપૂત આગેવાનો પહોંચ્યા હતા. જેમાં રાજ શેખાવતથી લઈને મહિપાલ સિંહ મકરાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટમાં યોજાયેલા ક્ષત્રિય મહાસંમેલન બાદ ક્ષત્રિય સમાજે શક્તિ પ્રદર્શન દ્વારા અલ્ટીમેટમ આપ્યું છે.
અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજે કર્યું શક્તિ પ્રદર્શન, હૈયે હૈયું દળાય એવી ભીડ જામી
રૂપાલાની ટીકીટ મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને અલ્ટીમેટમ આપ્યું છે. ક્ષત્રિય મહાસંમેલનમાં આગેવાનોએ અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે, જેટલા જેટલા આવેદનો આપવાના હતા એટલા આપી દીધા છે. આપણા વડીલોએ જેટલા નિવેદનો કરવાના હતા એટલા કરી દીધા છે. 19 તારીખે 5 વાગી ગયા પછી આ આંદોલન, આ ક્ષત્રિયોનો ગુસ્સો માત્ર રૂપાલા સુધી સીમિત નહીં રહે. આવતા દિવસોની અંદર રૂપાલા સહિત બીજા 25ને પણ આ ગુસ્સો ઉડાવી દેશે.
ટિટોડીએ તો ભારે કરી! આ વર્ષે ગુજરાતમાં એવી જગ્યાએ ઈંડા મૂક્યા કે અતિવૃષ્ટિનો વરતારો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જો ભાજપ રૂપાલાની ટીકીટ પાછી નહીં ખેંચે તો ગુજરાતની તમામ 26 બેઠકો પર સમાજ ઓપરેશન રૂપાલા ચલાવશે. સુરેન્દ્રનગર અને ભાવનગર જેવી બેઠકોમાં જ્યાં ક્ષત્રિય મતદારો એક થઈને અન્ય પક્ષને મત આપશે.
અ'વાદમાં 40 કિ.મીની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન, ધૂળની ડમરી બાદ આ વિસ્તારોમાં વરસાદ શરૂ
ક્ષત્રિય આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજનું અપમાન થયું છે. આ વિવાદનો એક જ ઉકેલ છે કે ભાજપ પરષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લે. જમાનો બદલાયો છે, લોહી એ જ છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ મહાસંમેલન દ્વારા પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું.
સુખદેવ સિંહ ગોગામેડીના પત્નીની અટકાયત; કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી નજરકેદ
આ સંમેલનમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રમુખ મહિપાલ મકરાણા પણ પહોંચ્યા હતા. મકરાણાએ કહ્યું કે આ એક નજારો છે. ચિત્ર હજુ બાકી છે. હોળીના અવસરે પરષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે મહારાજાઓ અંગ્રેજો સમક્ષ શરણાગતિ સ્વીકારીને રોટી-બેટીનો વહેવાર કરતા હતા. રૂપાલાના આ નિવેદન સામે ક્ષત્રિય બયાન આંદોલન કરી રહ્યા છે.
અંજારમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ, આખું શહેર પાણી પાણી, ગુજરાતમાં ક્યા કેટલો વરસ્યો?
રૂપાલાએ ત્રણ વખત માફી માંગી છે, પરંતુ ક્ષત્રિય સમાજનું કહેવું છે કે રૂપાલાને ટિકિટ કેન્સલ કરાવવાથી ઓછું કંઈ સ્વીકાર્ય નથી. ગુજરાતમાં લોકસભાની બેઠકો માટે નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે. રાજકોટના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા 16 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસે રાજકોટથી પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ 18 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે.