અમદાવાદ :ગુજરાતના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને આસામની કોકરાઝાર કોર્ટમાંથી જામીન મળી ગયા છે. પરંતુ આસામની બારપેટા સેશન્સ કોર્ટે આસામ પોલીસ પર બીજીવાર ધરપકડના મુદ્દે સવાલો કર્યા હતા. કોર્ટે આસામ પોલીસ પર જિજ્ઞેશ મેવાણીને ફસાવ્યા હોવાનો ઉલ્લેખ કરીને સવાલો કર્યા હતા. કોર્ટે પોલીસને કહ્યુ કે, પોલીસે ધારાસભ્યને જાણીજોઈને ફસાવ્યા. આ પ્રકારની પોલીસની મનમાની અકટશે નહિ તો, આસામ રાજ્યે એક પોલીસ સ્ટેટ બની જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદી પર ટ્વીટ કરવાના કેસમાં આસામ કોકરાઝાર કોર્ટમાંથી જિજ્ઞેશ મેવાણીને જામીન મળ્યા હતા. પરંતુ તેના બાદ 25 એપ્રિલના રોજ ફરીથી આસામ પોલીસે તેમની ધરપકડ કરી હતી. ત્યારે આ મામલામાં આસામની બારપેટા કોર્ટે તેમને જમાનત આપતા આસામ પોલીસને સંદર્ભે આ ટિપ્પણી કરી હતી. 


આ પણ વાંચો : ગોહિલવાડમાં ભરઉનાળે દિવાળી આવી... PM મોદીના એક હુંકારથી ભાવનગરવાસીઓ શહેરનો 300 મો જન્મદિન ધામધૂમથી ઉજવશે


આ ઉપરાંત બારપેટા સેશન્સ કોર્ટે જિજ્ઞેશ મેવાણીને જામીન આપવાના આદેશમાં ગુહાવાટી હાઈકોર્ટને રાજ્યમા હાલના દિવસોમાં પોલીસ દ્વારા થતા શોષણની વિરુદ્ધ એક અરજી પર વિચાર કરવા પણ અનુરોધ કર્યો છે. સેશન્સ અદાલતે ગુવાહાટી હાઈકોર્ટને એ પણ આગ્રહ કર્યો કે, તે આસામ પોલીસને બોડી કેમેરા પહેરવા અને પોતાના વાહનોમાં સીસીટીવી લગાવવાના આદેશ આપે, જેથી કોઈ આરોપીને અટકાયતમાં લેવા જવાની તમામ ઘટનાઓનો રેકોર્ડ બની શકે. આ મામલે ન્યાયાધીશ અપરેશ ચક્રવર્તીએ કહ્યુ કે, મહિલાએ FIRમાં કંઈક અલગ કહ્યું છે અને મેજિસ્ટ્રેટની સામે એક અલગ નિવેદન આપ્યું છે. મહિલાના નિવેદનને ધ્યાનમાં રાખીને એવું લાગે છે કે જિજ્ઞેશ મેવાણીને લાંબો સમય કસ્ટડીમાં રાખવા માટે આ જાણીજોઈને ઊભી કરેલી ઘટના છે. જે કોર્ટની પ્રક્રિયા અને કાયદાનો દુરુપયોગ છે.  


આ પણ વાંચો : મળવા જેવા મહિલા... 3000 લોકોને મફતમાં હેરકટ કર્યાં, કહે છે-તેમના આશીર્વાદ મારા માટે રિવોર્ડ છે


પીએમ મોદી વિરુદ્ધ કરી હતી ટિપ્પણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ટ્વીટ કરવા બદલ કેસ નોંધાયો હતો. તેમજ તેમણે આરએસએસને સંબોધીને પણ એક ટ્વીટ કરી હતી. જેને પગલે જિગ્નેશ મેવાણી સામે સેક્શન 120બી, સેક્શન 153એ, 295એ, 504 અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આસામ પોલીસ દ્વારા જિગ્નેશ મેવાણીની બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સર્કિટ હાઉસમાંથી બુધવારે રાત્રે 11.30 કલાકે ધરપકડ કરવામાં આવી હતી. જિગ્નેશ મેવાણી ત્રણ દિવસ પોલીસ કસ્ટડીમાં રહ્યા હતા. જેના બાદ તેમને આસામની કોકરાઝાર કોર્ટમાંથી જામીન મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે ગુજરાતમાંથી મેવાણીની ધરપકડ કરાઈ હતી. આ પછી તે ત્રણ દિવસ પોલીસ કસ્ટડીમાં હતા.


આ પણ વાંચો : Gandhinagar માં તબીબ વિદ્યાર્થીનીની આત્મહત્યા, પેપર ખરાબ જતા સિવિલ હોસ્પિટલની છત પરથી કૂદી ગઈ


પોલીસ જીપમાં મેવાણીની પુષ્પા સ્ટાઈલ
આસામ પોલીસ અમદાવાદથી એરપોર્ટ દ્વારા જિગ્નેશ મેવાણીને આસામ લઈ ગઈ હતી. ત્યારે પાલનપુરથી જિગ્નેશ મેવાણીને પોલીસની ગાડીમાં બેસાડાયા હતા, ત્યારે તેમણે પુષ્પા સ્ટાઈલ કરી હતી. આજુબાજુ પોલીસ કર્મચારીઓની વચ્ચે તેમણે ‘મેં ઝુકેગા નહિ’ ની એક્શન કરી હતી. તેમની આ સ્ટાઈલ હાલ ચર્ચામાં આવી છે.