મેખલા સાડી પર આસામમાં પ્રતિબંધ મુકાતાં સુરતના વેપારીઓ કોઠીમાં પુરાયા, અંદાજે 1000 કરોડનું નુકશાન
વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર્સના ગોડાઉનોમાં પણ કરોડોનો માલ પડયો છે. સિઝન સમયે જ પ્રતિબંધ આવ્યાં પછી, અંદાજે 1000 કરોડનું નુકશાનની ભીતી સેવાય રહી છે.
ચેતન પટેલ/સુરત: દિવાળી બાદ કાપડના વેપારીઓની પનોતી બેઠી હોય તેવું લાવી રહ્યું છે. હાલમાં આસામની ટ્રેડિશનલ મેખલા ચાદર બનાવનારા ગ્રે ઉત્પાદકોની હાલત કોઠીમાં પુરાયા જેવી થઈ છે. ગ્રે ઉત્પાદકો પાસે કરોડોનો માલ છે. તેવી જ રીતે વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર્સના ગોડાઉનોમાં પણ કરોડોનો માલ પડયો છે. સિઝન સમયે જ પ્રતિબંધ આવ્યાં પછી, અંદાજે 1000 કરોડનું નુકશાનની ભીતી સેવાય રહી છે.
ગુજરાતી વિદ્યાર્થીઓએ ખાઈ શકાય એવું પ્લાસ્ટિક બનાવ્યું, માનવામાં ન આવતું હોય તો વાંચો
માર્ચથી આસામ સરકારના મેખલા ચાદર સાડી ઉપર પ્રતિબંધ લાગૂ થયાં પછી 1200થી વધુ ગ્રે ઉત્પાદકો માટે કફોડી સ્થિતિ ઊભી થઈ છે. સ્થાનિક ગ્રે ઉત્પાદકો પાસે રુ. 500 કરોડનો સ્ટોક નિકાલ વગરનો પડયો છે. આ ઉપરાંત વેપારીઓના અને ટ્રાન્સપોર્ટ ગોડાઉનોમાં આશરે રુ.500 કરોડનો સ્ટોક છે.
રાજકોટમાં અઢી મહિનામાં H3N2 ના 25 કેસ!, પણ RMC ના ચોપડે ‘મીંડું’
ગ્રે ઉત્પાદકો માટે સૌથી મોટી સમસ્યા એ છે કે આ સાડીઓ અન્ય કોઈ રાજ્યમાં વેચી શકાય તેમ નથી. માત્ર આસામની મહિલાઓને ધ્યાનમાં રાખીને આ પ્રોડક્ટ બની હોવાથી, બીજે કશે આનો વપરાશ પણ શક્ય નથી. ગ્રે ઉત્પાદકો, વેપારીઓ અને પાઇપલાઇનમાં પડેલાં કરોડોની કિંમતના આ માલનો નિકાલ કંઈ રીતે કરવો એ મોટી સમસ્યા છે.
અમદાવાદ, સુરત, વડોદરા નહીં આ શહેરની હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો, રહેજો સાવધાન.
આસામ સરકાર દ્વારા સાડી પર પ્રતિબંધ આવ્યા પછી ગ્રે ઉત્પાદકોએ ઉકેલ માટેના પ્રયત્નો શરૃ કર્યા છે. પણ હજુ સુધી તેનો કોઈ પરિણામ આવ્યું નથી. રાજ્યકક્ષાના ટેક્ષ્ટાઈલ મંત્રી, સાંસદ અને સરકારના પ્રતિનિધિઓને પણ મદદરૃપ થવા માટે રજૂઆતો થઈ છે. જોકે, સમય નીકળી રહ્યો હોવાથી, નિરાશા વ્યાપી રહી છે.