Assam Govt Bans Sale of Power Loom-Made Mekhela Sador : આસામ સરકારના એક નિર્ણયથી સુરતના વેપારીઓને મોટી અસર પડી છે. પાવર-લૂમ ઉત્પાદકો, ખાસ કરીને મેખલા ચાદોરને જપ્ત કરવાના આસામ સરકારના પગલાથી આસામના વેપારીઓ ગભરાયા છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ તાજેતરમાં કહ્યું કે, 1 માર્ચ, 2023 થી અન્ય ઉત્પાદોની સાથે સાથે પાવરલૂમ નિર્મિત ગામુસા અને મેખલા સદોરનેના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. આ બાદ મશીન પર બનતા ગામુસાને વેપારીઓએ પોતાની દુકાનમાંથી હટાવી દીધા છે. પરંતુ તેની અસર સુરતના વેપારીઓ પર પડી છે. ત્યારે ભાજપ શાસિત રાજ્યના આ નિર્ણયથી સુરતના વેપારીઓને મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. તેથી કોંગ્રેસ દ્વારા આ મામલે વિરોધ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીહુના તહેવાર પહેલા મેખલા ચાદોર પર પ્રતિબંધ
આસામમાં લગભગ 1000 વેપારીઓ અને લગભગ 20000 દુકાનોમાં મેખલા ચાદોર વેચવામા આવે છે. લગભગ 75-80 ટકા દુકાનો મશીનથી બનેલા મેખલા ચાદર વેચે છે. જે મોટાભાગના ગુજરાતના સુરત અને ઉત્તર પ્રદેશના વારાણસીથી ખરીદાય છે. મોટાભાગના વેપારીઓએ આગામી બિહુ સીઝન માટે રાજ્યના બહારથી મેખલા ચાદોર માટે ઈન્વેસ્ટ કરી ચૂક્યા છે. વેપારીઓએ લગભગ 2000 કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યં છે. ત્યારે આસામ સરકારના આ નિર્ણયથી હવે વેપારીઓને મોટું નુકસાન ઉઠાવવું પડશે. પરંતુ આ નુકસાન માત્ર આસામના વેપારીઓને જ નહિ, પરંતુ સુરતના વેપારીઓને પણ ઉઠાવવુ પડશે. સુરતના ટેક્સ્ટાઇલ વેપારીઓએ આ અંગે પોતાના સાંસદ કેન્દ્રીય ટેક્સ્ટાઇલ રાજ્ય મંત્રી દર્શના જરદોશને પણ રજુઆત કરી છે. 


આ પણ વાંચો : 


અમદાવાદનું પોપ્યુલર બિલ્ડર ફરી ચર્ચામાં, ભત્રીજા અને સાળાના જમીન કૌભાંડ ખૂલ્યું


આસામના વેપારીઓનું કહેવું છે કે, ન માત્ર આસામના પરંતું સુરતના વેપારીઓને પણ મોટું સહન કરવાનો વારો આવી શકે છે. મશીન પર બનેલી સાડી સસ્તી અને ડિઝાઈનમાં સારી હોવાથી લોકો આ તરફ વળ્યાં છે. 


કોંગ્રેસનો વિરોધ 
સુરતમાં બનતી ખાસ પ્રકારની સાડીને આસામ સરકાર દ્વારા પ્રતિબંધિત કરાતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. "મેખલા ચાદોર" સાડીને આસામ સરકારે પ્રતિબંધિત કરતા કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો. કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ આ અંગે કહ્યું કે, ભાજપ શાસિત આસામ રાજ્યનો આ નિર્ણય અસ્વીકાર્ય છે. વાર્ષિક 3000 કરોડના સુરતના આ બિઝનેસને પ્રતિબંધથી મોટી અસર થઇ રહી છે. આસામ આ પ્રોડક્ટ હસ્તકળામાં આવે છે, સુરતમાં મશીન દ્વારા બનતી હોવાથી આસામમાં અસર થઇ રહી છે. એક તરફ સરકાર ફ્રી ટ્રેડ અને મેક ઈન ઇન્ડિયાની વાતો કરે છે, બીજી તરફ અન્ય રાજ્ય એક રાજ્યની વસ્તુને પ્રતિબંધિત કરે છે. 


આ પણ વાંચો : 


 


હોળીએ દ્વારકા મંદિરમાં દર્શનનો સમય બદલાયો, જાણીને જજો નહિ તો ફેરો ફોગટ જશે