અમદાવાદઃ હાર્દિક પટેલના ઉપવાસનો આજે નવમો દિવસ છે. કોંગ્રેસના અનેક નેતાઓ હાર્દિક સાથે મુકાલાત કરી ચુક્યા છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી હાર્દિકને મળવા માટે પહોંચ્યા હતા. તો પરેશ ધાનાણીએ રજીસ્ટરમાં એન્ટ્રી ન કરી અને સીધા હાર્દિકને મળવા પહોંચ્યા હતા. હાર્દિકે ગઈકાલે જળગ્રહણ કર્યું હતું પરંતુ ઉપવાસ ચાલુ રાખ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિકને મળવા આવતા પાટીદારોની અટકાયત
સાબરકાંઠા જિલ્લાના ગઢોડા ગામથી આશરે ત્રણ હજાર જેટલા પાટીદારો હાર્દિકને મળવા માટે અમદાવાદ આવવા નીકળ્યા હતા. તો પોલીસે તેમને તલોડ રોડ પર અટકાવી દીધા હતા. આ પાટીદારો તેમની સાથે ઉમિયા માતાનો રથ લઈને નીકળ્યા હતા. પોલીસ પાસે પદયાત્રાની મંજૂરી માંગવામાં આવી હતી. તેનો વિરોધ કરતા પાટીદારો અને તેમાં મહિલાઓ પણ સામેલ હતી તેઓ વિરોધ કરવા માટે રોડ પર બેસી ગયા હતા. જેના પગલે પોલીસે તેમની અટકાયત કરી હતી. 



ઉપવાસના નવમા દિવસે હાર્દિક પટેલનો નવો દાવ!, જાહેર કર્યું વસિયતનામું


હાર્દિકની શારીરિક સ્થિતિ નાજૂક
હાર્દિકનાં હેલ્થ બુલેટિનમાં તેની સ્થિતિ ખૂબ નાજૂક હોવાનું બહાર આવ્યું છે. તેની કિડનીમાં ઈન્ફેક્શન વધી રહ્યું છે અને પેશાબમાં રસીનું પ્રમાણ જોવા મળ્યું છે. એસીટોનની માત્રા દિવસેને દિવસે વધી રહી છે. ઈલેક્ટ્રોલાઈટ ઈમબેલેન્સ જોવા મળે છે.