હિતલ પારેખ, ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના 21મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સત્ર સંદર્ભમાં આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. વિધાનસભા 21 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર બેઠકોની કામગીરી સહલાકાર સમિતિમાં ચર્ચા કરવામાં આવી હતી. કોરોનાના સમયગાળામાં યોજાનારા બેઠક અને વિધાનસભા સત્રમાં સોશિયલ Distance સહિતના મુદ્દાઓ જળવાઈ રહે એ માટે પણ આજે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રૂપિયા 15000માં દાયણે વેચ્યું નવજાત શિશુ, પોલીસે કરી ખરીદનાર પટેલ દંપતીની ધરપકડ


વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજાનારી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સંસદીય બાબતોના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સંસદીય બાબતોના રાજયકક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાની, કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર, સિનિયર ધારાસભ્ય પુંજાભાઈ વંશ કોંગ્રેસને અને ભાજપના દંડક હાજર રહ્યાં હતા.


આ પણ વાંચો:- ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, 21 સપ્ટેમ્બરથી પ્રમાણપત્રોનું કરાશે વિતરણ


ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આગામી 21 તારીખે શરૂ થનારી વિધાનસભાના એજન્ડા માટે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. બંધારણીય રીતે છ મહિનામાં વિધાનસભાનું સત્ર બોલાવવા પડે એ અંતર્ગત ચોમાસુ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં આજે ચર્ચા થઈ કે રાજ્યનું સમગ્ર તંત્ર કલેકટર ડીડીઓ આરોગ્ય કર્મચારીઓ રાજ્યમાં કોરોના ના અટકાવવામાં કામે લાગ્યું છે.


આ પણ વાંચો:- બિહારથી ગુજરાત ચાઈલ્ડ ટ્રાફિકિંગના નેટવર્કનો પર્દાફાશ, 32 બાળકોને CIDએ કબજે લીધા


આવા સંજોગોમાં લોકસભામાં અંદર પણ પ્રશ્નોત્તરીનો સમાવેશ કરવામાં આવ્યો નથી તો તે અંતર્ગત જે ફિલ્ડમાં કામ કરી રહ્યું છે તેમને અવરોધ ઊભો થાય તે માટે પ્રશ્નોત્તરી રાખવામાં આવી નથી પણ ટૂંકી મુદતના પ્રશ્નમાં લેવામાં આવશે. આ ઉપરાંત 19મી માર્ચે પહેલો કેસ આવ્યો ત્યારથી આજદિન સુધીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્યમંત્રી નીતિન પટેલ ના નેતૃત્વ હેઠળ આખી સરકારે સમાજે કોરોના અટકાવવા માટેકામગીરી કરી છે તેને પણ યોગ્ય રીતે લોકો સુધી પહોંચે તે માટે રાજ્ય સરકારે સામે ચાલીને કોરોના વોરિયર્સમાટે સહકારી સંકલ્પ સાથે અઢી કલાકની ચર્ચા ફાળવવામાં આવી છે.


આ પણ વાંચો:- રાજ્યની અનેક કોલેજોએ પોતાના કોર્સ અને કોલેજ બંધ કરવા માટે જીટીયુમાં કરી અરજી


ગરીબ ખેડૂતોની જમીનો દસ્તાવેજો ભૂમાફિયાઓ અટકાવવા માટેનો કાયદો સહિતના કાયદા ઓ વિધાનસભાના સત્રમાં રજૂ કરવામાં આવશે. ગુજરાતમાં ક્યાંય પણ કોઈ ગુંડાગીરી કરીને પ્રજાને હેરાન ન કરે તેના માટે ગુંડાના મુદ્દે કાયદો પણ લાવવામાં આવશે. એપીએમસી સુધારા સહિતના કાયદાઓ પણ લેવાશે. ધારાસભ્યોના વેતનમાં ૩૦ ટકાના કાપનો વિધાયક પણ લેવામાં આવશે. આમ આ આ સત્ર ઐતિહાસીક બનશે ૨૦ જેટલા કાયદાઓ લવાશે. નર્મદા બંધ પણ છલોછલ ભર્યો છે.


આ પણ વાંચો:- કોરોનાથી દેશમાં 364 ડોક્ટરોના મૃત્યુ, આ મામલે સમગ્ર દેશમાં ગુજરાત ત્રીજા સ્થાને


વરસાદ સારો થયો છે. જોકે વધારે વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેનો સર્વેની કામગીરી ચાલી રહી છે જેને 33 ટકાથી વધારે નુકસાન થયું છે તેઓને સહાય આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પાંચ દિવસમાં વિધાનસભાની છ બેઠકો યોજાશે. સંસદની અંદર પણ કોરોના ને કારણે પ્રશ્નોત્તરી યોજવામાં આવવાની નથી એ જ રીતે ગુજરાત વિધાનસભાના સત્રમાં પણ પ્રશ્નોત્તરી નહીં થાય. આ સરકાર કોઈપણ પ્રશ્ને ચર્ચા કરવામાં જરાય ગભરાતી નથી પણ કોરોના સંક્રમણ ને અટકાવવા માટે એટલા માટે આ નિર્ણય લેવાયો છે. દેશમાં કોરોના સમયમાં સરકારે ઉત્તમ પ્રમાણે કામગીરી કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube