છોટાઉદેપુર : કોવિડ 19 થી મૃત્યુ પામેલા છોટાઉદેપુર જિલ્લાના 108 કર્મચારીના પરિવારને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અંતર્ગત રૂપિયા 50 લાખની સહાય ચુકવાઈ છે. સહાય મળતાં પરિવારજનોએ પ્રધાનમંત્રી સહિત જિલ્લા પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો. લોકસેવામાં પોતાનો જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારને આર્થિક રાહત આપવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 સાબરકાંઠા: રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માતમાં ડ્રાઇવર અને બે બાળકોનાં મોત, 7 ઘાયલ


છોટાઉદેપુર જીલ્લામાં ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા પર ૧૩ વર્ષથી પાઇલોટ તરીકે ફરજ બજાવતા સ્વ.રમણભાઈ બારીયા કે જેમણે પોતાની 108ના પાઇલોટ તરીકેની ફરજ દરમિયાન અનેક લોકોના જીવન બચાવ્યા હતા. જો કે આ સેવા દરમિયાન તેઓ પોતે પણ કોરોનાગ્રસ્ત થયા અને જેના કારણે તેઓ કોરોનાથી બચી શક્યા નહોતા અને તેમનું મોત નિપજ્યું હતું. અત્રે નોંધનીય છે કે, સેંકડો લોકોને બચાવનાર 108ના પાયલોટ પોતાનો જીવ બચાવી શક્યા નહોતા. 


AHMEDABAD: સિક્યુરિટી જવાને મહિલાને કહ્યું તને એવી નોકરી અપાવું કે પગાર પણ મળે મજા પણ...


કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સમયમાં લોકોને સેવા આપતા આપતા પોતે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. સારવાર દરમ્યાન વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં 12 મી મેં 2021 નાં રોજ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સ્વ.રમણભાઈ બારીયાએ કોરોના મહામારીના કપરા સમયમાં કોરોના વોરિયર્સ બની લોકસેવા માટે આપેલું આ બલિદાન ક્યારેય ભૂલાય તેમ નથી. ત્યારે  જીલ્લા કલેકટર અને  GVK EMRI  ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા સંસ્થાના અથાગ પ્રયત્ન થકી PMGKP યોજના હેઠળ રૂપિયા પચાસ લાખ (રૂ.૫૦,૦૦,૦૦૦)ની સહાય સીધી તેમના પરિવારના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી છે. પરિવારનો મોભી ગુમાવનાર પરિવારજનોએ પ્રધાનમંત્રી, જીલ્લા કલેકટર તથા GVK EMRI ૧૦૮ ઇમરજન્સી સેવાનો આભાર વ્યક્ત કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube