રાજકોટ : લાંચ જાણે અધિકારીઓનાં હાડમાં બેસી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. જગતનાં તાત એવા ખેડૂતો પાસેથી પણ લાંચ લેવામાં તેઓ ચુકતા નથી. વર્ષ 2018માં મોટા પ્રમાણમાં મગફળી કૌભાંડ બહાર આવ્યા બાદ  કેટલાક અધિકારીઓની બદલી કરી દેવાઇ હતી અને સિસ્ટમ પણ બદલી નંખાઇ હતી. જો કે લાંચીયા ભેજાબાજ અધિકારીઓ અને કર્મચારીઓએ આમાં પણ છીંડા શોધી કાઢ્યા હતા અને ખેડૂતોનાં લોહીથી પોતાનાં ખીચા ભરવાનાં ચાલુ કરી દીધા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદીની જવાબદારી સંભાળી રહેલા પુરવઠ્ઠા નીગમનાં આસી. મેનેજર એસ.એમ સોલંકીની 31મી ડિસેમ્બરે જ બદલી થઇ ઘઇ હતી. જો કે આમ છતા પણ હુકમનો અનાદર કરીને સોલંકી રાજકોટ યાર્ડમાં જ વહીવટ કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. સોલંકીને કામ કરતા તેનાં સાથી કર્મચારીઓ દ્વારા પણ અટકાવવામાં નહોતો આવ્યો. જેના કારણે અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ સંકાની સોય ટંકાઇ છે.

આ અંગે બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ થતા સોલંકીને સસ્પેન્ડ કરાયો છે. જે અંગે મામલતદાર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. મામલતદારે જણાવ્યું કે, ખેડૂતો સાથે થતો ભ્રષ્ટાચાર સાખી નહી લેવાય. હાલ સોલંકીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. સાથે કયા મોડસ ઓપરેન્ડીસથી આ સમગ્ર ભ્રષ્ટાચાર ચાલતો હતો તેની પણ તપાસ ચાલી રહી છે. તમામ જવાબદારો સામે કડકમાં કડક પગલા લેવાશે તેવી બાંહેધરી પણ આપી હતી.