વલસાડ : રાજ્યની જેમ વલસાડ જિલ્લામાં પણ કોરોનાના કેસ ઝડપી ગતિએ વધી રહ્યા છે. હોસ્પિટલો હાઉસફૂલ થઇ રહી છે તો હોસ્પિટલોમાં દર્દીઓના મોતની સંખ્યામાં પણ વધારો થઈ ગયો છે. જેને કારણે જિલ્લાના સ્મશાનોમાં covid 19 ની ગાઈડ લાઇનના પાલન સાથે કોરોના પોઝિટિવ અને કોરોના શંકાસ્પદ મૃતકોના મૃતદેહોને કોવિડ 19 ના  પ્રોટોકોલ મુજબ અગ્નિદાહ આપવાના આંકડા માં પણ વધારો થઇ રહ્યો છે. પરિસ્થિતિ વધારે ગંભીર બનતા વલસાડમાં વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે નવા સ્મશાન સરું કરવામાં આવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનામુક્ત ગામ: ગુજરાતનું એકમાત્ર એવું ગામ જ્યાં હજી સુધી એક પણ કોરોના કેસ નથી નોંધાયો


વલસાડ નજીક આવેલા અતુલના પાર નદી કિનારે રહેણાક વસ્તીથી દૂર વલસાડ વહીવટી વિભાગ દ્વારા તાત્કાલિક નવું સ્મશાન ઉભુ કરવા માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. અતુલ પાર નદી કિનારે સરકારી જગ્યામાં ગામથી દૂર નવું સ્મશાનમાં શરૂ કરવા આજે વલસાડના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ મુલાકાત લીધી હતી. અતુલ પાર નદી કિનારે આ સરકારી જગ્યા પર યુદ્ધના ધોરણે ચાર ચિતાઓ સહિતનું covid-19 સ્મશાનગૃહ શરૂ કરવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 


મોતનો મલાજો ન જાળવનાર આરોપીની પોલીસે કરી ધરપકડ, કરતો હતો આ કામ


મહત્વપૂર્ણ છે કે, છેલ્લા કેટલાક દિવસોથી વલસાડ જિલ્લામાં કોરોના કેસમાં વધારો થઇ ગયો છે. હોસ્પિટલોમાં મૃતકોની પણ સંખ્યા વધી રહી છે. આથી અત્યાર સુધી વલસાડ જિલ્લામાં વલસાડ અને વાપીના મુક્તિધામમાં covid 19 ના પ્રોટોકોલ  મુજબ કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ કોરોના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા. જો કે હવે એ સ્મશાનગૃહમાં ભારણ વધતા યુદ્ધના ધોરણે નવા સ્મશાનસ્મશાન ઉભા કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે એકલા વલસાડ તાલુકામાં જ છેલ્લા કેટલાક દિવસમાં 10  જેટલા સ્મશાનોમાં કોવિડ 19 ના પ્રોટોકોલ મુજબ સ્મશાન શરૂ કરવામાં આવી રહ્યા છે. જ્યાં covid 19 ના પ્રોટોકોલ  સહિત તમામ નિયમોનું પાલન સાથે કોરોના પોઝિટિવ અને કોરોના  શંકાસ્પદ મૃતકોના મૃતદેહોને અગ્નિદાહ આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં જે રીતે પરિસ્થિતિ ગંભીર થઈ રહી છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યાવધી રહી છે અને મૃતકોની સંખ્યા પણ વધી રહી છે તેને કારણે હવે નવા સ્મશાનો ઉભા કરવાની નોબત આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube