હવે કેવી રીતે કરવી દિવાળીની ખરીદી! ત્રણ બુકાનીધારીઓ બંદૂકની અણીએ લાખોને લૂંટ કરી રફૂચક્કર
વાપીના ભડકમોરા વિસ્તારમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના બની હતી. એક જ્વેલર્સ ની દુકાનને નિશાન બનાવી બુકાની પહેરી હથિયારો સાથે લુટારુઓ ત્રાટક્યા હતા. હથિયાર બતાવી લાખો ની લૂંટ ચલાવી લૂંટારુઓ પલવારમાં જ ફરાર થઈ ગયા હતા.
નિલેશ જોશી/વાપી: રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાનું વાપી ઔદ્યોગિક ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે. તો સાથે સાથે વાપી ક્રાઈમની બાબતે પણ રાજ્યનું સૌથી અગ્રેસર સીટી હોવાનું બહાર આવ્યું છે. છાશવારે વાપીમાં ક્રાઈમની મોટી ઘટનાઓ પ્રકાશમાં આવે છે ત્યારે આ વખતે સામે દિવાળીએ વાપીમાં બંદૂકની આણીએ લાખોને લૂંટ થઈ છે. ભડક મોરા વિસ્તારમાં આવેલ અંબિકા જ્વેલર્સમાં ત્રણ લૂંટારોએ લાખોને લૂંટ આંચરી છે.
ભડકમોરા વિસ્તારમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના
વાપીના ભડકમોરા વિસ્તારમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના બની હતી. એક જ્વેલર્સ ની દુકાનને નિશાન બનાવી બુકાની પહેરી હથિયારો સાથે લુટારુઓ ત્રાટક્યા હતા. હથિયાર બતાવી લાખો ની લૂંટ ચલાવી લૂંટારુઓ પલવારમાં જ ફરાર થઈ ગયા હતા. બનાવ બાદ વલસાડ જિલ્લાની પોલીસ દોડતી થઈ છે. અને જિલ્લાભરમાં નાકાબંધી કરી લૂંટારોને ઝડપવા પ્રયાસ કર્યા છે. બનાવની વિગત મુજબ વાપીના ભડકમોરા વિસ્તારમાં આવેલા અંબિકા જ્વેલર્સમાં એક પલ્સર બાઈક પર બુકાની પહેરી 3 લૂંટારુઓ હથીયાર સાથે ત્રાટક્યા હતા. સૌપ્રથમ દુકાનમાં પ્રવેશી લૂંટારુઓ એ હથિયાર બતાવી અને ત્યારબાદ દુકાનમાં હાજર કર્મચારી અને દુકાનદારને ધમકાવી દુકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી પલવારમાં જ ફરાર થઈ ગયા હતા. આમ સતત ધમધમતા વિસ્તારમાં લૂંટની ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
લૂંટારો 10 લાખથી વધુની લૂંટ કરી ફરાર
વાપીમાં બનેલ ચકચારી લૂંટની ઘટનાની જાણ થતાં જ વલસાડ જિલ્લાભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને લૂંટારોને ઝડપવા તપાસ તે જ કરી હતી. મળતી માહિતી મુજબ લૂંટારો 10 લાખથી વધુની સોના ચાંદીના દાગીના ની લૂંટ કરી ફરાર થઈ ગયા છે. અંબિકા જ્વેલર્સમાં બનેલી આ ઘટના બાજુના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં પણ સ્પષ્ટ દેખાય છે કે કઈ રીતે ત્રણ બુકાનીધારીઓ જ્વેલર્સને નિશાન બનાવી રહ્યા છે. જાહેરમાં ફાયરિંગ કરી લાખો રૂપિયાના દાગીના લૂંટીને ફરાર થઈ જાય છે. બનાવની જાણ થતા જ સ્થળ પર પહોંચીને પોલીસે આરોપીઓ સુધી પહોંચવા દુકાન અને આસપાસના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપવા તપાસ હાથ ધરી છે.
જો કે સામી દિવાળીએ લૂંટારું ટોળકી ફરી સક્રિય થતા વલસાડ જિલ્લા પોલીસ માટે ચોર તસ્કર અને લૂંટારાઓ પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. બનાવને ગંભીરતાથી લઈ વલસાડ જિલ્લા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ નો ધમધમાટ સરું કર્યો છે. અને લૂંટારો અને શોધવા જિલ્લાભરમાં નાકાબંધી કરી હતી.