Gujaratis In Turkey : દુનિયાનો કોઈ એવો ખૂણો બાકી ન હોય જ્યાં ગુજરાતી પહોંચ્યો ન હોય. તેમાં પણ ફરવાના શોખીન ગુજરાતીઓ અને વેપારધંધા વિકસાવવામાં માહેર ગુજરાતીઓ હવે અનેક દેશોમાં પહોંચી ગયા છે. ત્યારે તુર્કી દેશમાં એક કાર અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. તુર્કી દેશમાં અભ્યાસ કર્યા બાદ હોટલ મેનેજમેન્ટ કરતી ગુજરાતી યુવતી મિત્રો સાથે ફરવા નીકળી હતી. જ્યાં કિરેનીયા પાસે કારને અકસ્માત સર્જાતા યુવતી સહિત ચારેય ગુજરાતીઓના મોત નિપજ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૃતક ગુજરાતીઓના નામ


  • અંજલી મકવાણા

  • પ્રતાપ ભુવાભાઈ કારાવદરા

  • જયેશ અગાથ

  • પુષ્ટિ હીનાબેન પાઠક


રાજ્યસભામાં ભાજપ મોટો દાવ ખેલશે : ગુજરાતમાંથી આ નેતાને મળી શકે છે દિલ્હીમાં એન્ટ્રી


વડગામના ભાંગરોડીયા ગામની યુવતી સહિત ચાર ગુજરાતીઓના તુર્કીમાં મોત નિપજ્યા છે. બે કાર સામસામે અથડાતા અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા, જે ચારેય ગુજરાતી યંગસ્ટર્સ છે.તુર્કીમાં BSC MLTનો અભ્યાસ કર્યા બાદ હોટલ મેનેજમેન્ટ કરતી ભાંગરોડીયાની અંજલી મકવાણાનું મોત નિપજતાં પરિવારમાં માતમ છવાયો છે. અંજલી મકવાણા,પ્રતાપભાઈ કારાવદરા, જયેશ અગાથ અને પુષ્ટિ પાઠક નામના 4 ગુજરાતીઓના મોત થયા છે. 


પ્રાપ્ત માહિતી અનુસાર, વડગામ તાલુકાના ભોગરોડિયા ગામની 21 વર્ષીય યુવતી અંજલી મકવાણા છેલ્લાં એક વર્ષથી તુર્કીમાં અભ્યાસ અર્થે રહેતી હતી. તે તુર્કીમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી હતી. ગત રોજ રજાનો દિવસ હોવાથી તે તેના અન્ય ગુજરાતી મિત્ર સાથે કાર લઈને ફરવા નીકળી હતી. ચારેય મિત્રો અંજલી, પ્રતાપ, જયેશ અને પુષ્ટિ કારમાં સવાર હતા ત્યારે તેઓ કિરેનિયા નજીક હાઈવે પરથી પસાર થતા હતા. ત્યારે એક પૂરઝડપે આવેલી કાર સામેથી તેમને ભટકાઈ હતી. જેમાં ચારેય મિત્રોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. 


અનાજથી વરતારો કાઢવાની અનોખી રીત : ધાન્યની વધ-ઘટથી થાય છે આગાહી


સંતાનોના મોતના ખબર મળતા જ ચારેયના પરિવારજનોમાં શોકનુ મોજુ ફરી વળ્યું છે. હાલ તેમના પરિવારજનો તેમના વ્હાલસોયાના મૃતદેહો પાછા જલ્દી મળે તેવી આશાએ બેસ્યા છે.