નડિયાદ રેલવે સ્ટેશન પર દિવ્યાંગ યાત્રીને ચાલુ ટ્રેન નીચે પડતા પોલીસે બચાવી લીધો
નડિયાદ રેલવે સ્ટેશન પર એએસઆઈ સંદીપ રેપેની સતર્કતાને કારણે એક દિવ્યાંગ યાત્રી ટ્રેન નીચે આવતો બચી ગયો હતો.
નડિયાદઃ નડિયાદ રેલવે સ્ટેશન પર દિવ્યાંગ યાત્રીને ટ્રેન નીચે આવતા બચાવી લેવાયો છે. દિવ્યાંગ યાત્રી અમરાપુર અરાવલ્લી એક્સપ્રેસ ટ્રેનમા ચઢવા જઈ રહ્યા હતા દરમિયાન આ ઘટના બની હતી. ટ્રેનના એ.સી કોચમા ચઢતી વખતે સંતુલન ગુમાવતા યાત્રી ટ્રેન પર લટકાઈ ગયો હતો. સ્ટેશન પર હાજર ASI સંદીપ રેપે તરત જ યાત્રીને ખેંચીને બહાર કાઢ્યો હતો. સાથે જ સ્ટેશન પર હાજર રવી કિરણ શર્મા દ્વારા પણ મદદ કરાઈ હતી. સમયસર યાત્રીને બચાવી લેવાતા તેને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જેમને સ્ટેશન પર પ્રાથમીક સારવાર આપવામા આવી હતી. આ સમગ્ર ઘટના રેલવે સ્ટેશનના સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube